________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૪
હેતી કે, મારાં માતાપિતાએ આવો પતિ જોયો છે, તેથી તેને સ્કંધ ઉપર વહન કરું
અહીં જીતશત્રુ રાજાને ગંગામાં તણાતાં એક લાકડાનું પાટિયું હાથ લાગી ગયું. તેના યોગે તે તરીને બહાર નીકળ્યો અને નદી કિનારે કોઈ એક વૃક્ષની તળે સૂઈ ગયો. તે સમયે સમીપે આવેલા કોઈ નગરનો રાજા ગુજરી ગયો, તેથી તેના મંત્રીઓએ પંચ દિવ્ય કર્યા. તેઓ આ વૃક્ષ પાસે આવીને ઊભા એટલે રાજાને જાગૃત કરી મંત્રીઓએ રાજ્ય ગાઈ ઉપર બેસાડ્યો. દૈવયોગે પેલી સુકુમાલિકા પંગુને લઈને તે જ નગરમાં આવી ચડી. તે બંને સતીપણાથી અને ગીતમાધુર્યથી તે નગરમાં વિખ્યાત થયાં તેની વિખ્યાતિ સાંભળી રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યાં. તેને જોતાં જ રાજાએ ઓળખી લીધાં તેથી તે બોલ્યો કે, હે બાઈ ! આવા બિભત્સ પાંગળાને ઉપાડી તું કેમ ફરે છે? તે બોલી, માતાપિતાએ જેવો પતિ આપ્યો હોય તેને સતીઓએ દ્રના જેવો માનવો. તે સાંભળી રાજા બોલ્યો, હે પતિવ્રતા! તને ધન્ય છે. પતિના બાહુનું રુધિર પીધું અને સાથળનું માંસ ખાધું તો પણ છેવટે ગંગાના પ્રવાહમાં નાખી દીધો. અહો ! કેવું તારું સતીપણું ! આ પ્રમાણે કહી તે ન્યાયી રાજાએ સ્ત્રીને અવધ જાણી પોતાના દેશની હદપાર કરી, અને આવું પ્રત્યક્ષ સ્ત્રીચરિત્ર જોઈ તેણે સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરવા રૂપ મહાવ્રત લીધું.
સુકુમાલિકાનું ચરિત્ર જોઈ જિનશત્રુ રાજા વિષયસુખથી વિરક્ત થયો અને કામ-વેધાદિ શત્રુઓનો જ કરી તેને પોતાનું જિનશત્રુ નામ સાર્થક કર્યું.”
આવ્યો શરણે તમારા જિનવર, કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ, જગમાં સાર લે કોણ મારી; ગાયો બિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી, પાયો તુમ દર્શ-નાશે ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી. ઘા તારી મુખમુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો, તારાં નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઐલી રહ્યો ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ દર્શનમાં મન બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.