________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૬
તરત જ સત્તાધારી અવાજથી રાજા બોલ્યો, 'કોણ છે અહીં ? “જી હજૂર, હું છું” કહી એક દાસી ત્યાં હાજર થઈ. રાજાએ પૂછ્યું ?" "આ બધા થાળ કોણે મોકલ્યા છે ?" “માલિક ! અમારી શેઠાણીએ. દાસીએ જવાબ આપ્યો."
"ક્યાં છે તારા શેઠાણી ?” રાજાએ પૂછ્યું.
દાસીએ કહ્યું : "ખુદાવિંદ ! આપ નામદારના સ્વાગતની યોગ્ય તૈયારીઓ કરવા માટે"
રાજાને લાગ્યું, હમણાં થોડીવારમાં સુંદર શણગાર સજી નિર્મલા ત્યાં આવશે. એટલામાં રાજાના માટે પીણું હાજર થયું. ૧૫-૨૦ મહામૂલ્ય ખાલાઓમાં કેસરી દૂધ નાખેલું હતું. રાજાએ પ્યાલો ઉપાડી દૂધ જોવા માંડ્યું પછી બીજો, ત્રીજો એમ પ્યાલા ઉપાડી જોતાં તેને જણાયું કે દરેક પ્યાલામાં એક જ વસ્તુ હતી. તેણે ચાખીને જોઈ જોયું કે કોઈ પ્યાલામાં બી પીણું ન હતું. રાજાએ હુકમ કર્યો, જા, તારી શેઠાણીને બોલાવ. તરત જ બાજુના કમરામાંથી નિર્મલા ત્યાં આવી.
એનું અનુપમ તેજસ્વી દેહલાવણ્ય જોઈ રાજાની વિકારી ષ્ટિમાં આ તેજ અસહ્ય બનતું જતું હતું. પવિત્ર તથા સત્ત્વશાલી નિર્મલાની ભવ્ય દેહલતા, તેજ:પુંજ મુખાકૃતિ અને મધુર સ્મિત પ્રજાપાલ રાજાને મૂર્છિત બનાવનારાં થયાં.
થોડી વાર નીરવતા છવાઈ. રાજાએ મૌન તોડ્યું. કાંઈક ગૂંગળાતા મીઠા શબ્દોમાં હસતાં હસતાં તે બોલ્યો : 'આ બધી શી રમત ચાલે છે ?
“કઈ રમત આપ કહો છો ?" નિર્મલાએ હ્રદયના ભાવને ગૂઢ રાખીને ઉપર ટપકો જવાબ આપ્યો.
"કેમ ! એટલું સમજી શકાતું નથી ?" પ્રજાપાલે ફરી મીઠા અવાજે કહ્યું.
નિર્મલા એની પોતાની ચાલમાં હતી. માર્ગ ભૂલેલા રાજવીને રાહ પર લાવવાનો અ મોકો તેણે ઇરાદાપૂર્વક ઊભો કર્યો હતો. તેણે ટોણામાં જવાબ આપ્યો : "માલિક ! સમજાય છે તે નથી સમજાતું; અને નથી સમજાતું તે સમજાય છે." રાજા આ મોદીની સ્ત્રીમાં રહેલી આ અજબ ચાલાકીને પહેલવહેલી જોઈને આશ્ચર્ય પામ્યો. રૂપની સાથે ચતુરાઈનું તેજ ભળેલું જોઈને તે દિંગ થઈ ગયો. આવી ચબરાક સ્ત્રીની વાણીમાં રહેલી ગૂઢતાને સમજવા માટે તેણે ખૂબ મથામણ કરી. આખરે અકળાઈને તે બોલ્યો : “આ કોઈની ખાધેલી એંઠી મીઠાઈ અહીં કેમ મૂકી છે ? શું કોઈનું એઠું ખાવાને હું અહીં આવ્યો છું ?"
"મહારાજ ! એમાં નવું શું છે ? આપ અહીં શા માટે આવ્યા છો, એ હું અને આપ બંને જાણીએ છીએ. પારકી એંઠને અભડાવવા માટે આપ અહીં પધાર્યા છો. એ હવે ક્યાં અજાણ્યું છે ?" નિર્મલાએ મોહક છતાં વેધક જબાનમાં રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.
ઉત્તર સાંભળીને રાજા ડઘાઈ ગયો. એણે નહીં ધારેલી પરિસ્થિતિ આમ સહસા ઊભી થઈ, એ વિચારમગ્ન બન્યો. નિર્મલાએ રાજાને કહ્યું : “રાજન્ ! આપ પ્રજાના માલિક છો.