________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૦૭
પ્રજાનાં પાલક પિતા છો. પ્રજા એ તમારા પુત્ર-પુત્રી રૂપ સંતતિ છે. પ્રજાના શીલ, પ્રજાની પવિત્રતા અને એનો ધર્મ એ બધાયના રક્ષક તમે, આજે તમારી દીકરી રૂ૫ ગણાતાં અમારાં શીલ ધનને લૂંટવા અત્યારે અહીં આવ્યા છો, એ તમારા જેવા પ્રજા પાલકને લાંછન રૂપ નથી લાગતું? તમારા જેવા પિતા, મોદીની એંઠ જેવી મને, જોઈ, સાંભળી મોહઘેલા બનીને જે અકાર્ય કરવા તમે તૈયાર થયા છો, એ સમજાય છે, છતાં તમારા જેવાને એ નથી સમજાતું એ નવાઈ જેવું છે."
રાજાના હૈયામાં આ શબ્દો આરપાર ઘૂસી ગયા, તેનાં બિડાયેલાં વિવેક ચક્ષુઓ કંઈક ઊઘડવા માંડ્યાં. તેણે ફરીથી પૂછ્યું : આ વિવિધરંગી કિંમતી કચોલંઓમાં એનું એ દૂધ શા માટે થોડું થોડું નાખ્યું છે ? એક જ પ્યાલામાં સમાઈ શકે તેમ હતું, તો બધા પ્યાલા નકામા કેમ બગાડ્યા?" નરમ સ્તરે રાજાએ હૃદયની ગૂંચ જણાવી.
નિર્મલા જવાબ આપવા માટે તૈયાર હતી. રાજાના સાનભાન ભૂલેલા પાગલ આત્માને ઠેકાણે લાવવા તે સાવધ હતી. તેણે ખુલાસો કર્યો: “મહારાજ, આ માલાઓ બગાડ્યા પણ એની શી કિંમત છે? પ્યાલાઓ બગડ્યા તે આપ સમજી શક્યા, પણ આપે આપના કરોડો-અબજોની મૂડી કરતાંયે વધુ મૂલ્યવાન આ માનવભવને બગાડવા તૈયાર થયા છો; એનું કેમ? જુદા જુદા રંગના પ્યાલામાં વસ્તુ તો એક જ હતી, એ આપ જાણી શક્યા; તો રૂપ-રંગ કે દેહાકૃતિથી જુદી જુદી ગણાતી સ્ત્રીઓમાં વસ્તુ તો એક જ છે, છતાં આપ આ રીતે પાગલ બની અધમ માર્ગે જવાને તૈયાર થયા છો એ આપના જેવા નરપુંગવા ગણાતા રાજવીને કલંક રૂપ અપકૃત્ય નથી શું? આપના આ અંધાપાને ટાળવા માટે જ મેં આમ કર્યું છે, એ સિવાય આપનાં અંતરચક્ષુ પર આ મોહનું આવરણ કોઈ રીતે ખસે એમ ન હતું.
નિર્મલા જેવી સુશીલ સતી સ્ત્રીના મક્કમતાપૂર્વક બોલાતા શબ્દો રાજાના અંતરને અજવાળી ગયા. એની અજ્ઞાનતાનાં પડળો દૂર થયાં અને ત્યારથી એના જીવનનો રાહ બદલાઈ ગયો. ખરાબે ચઢેલી પોતાની જીવનનાવને રાહ પર લાવી પોતાના માટે માર્ગદર્શક ગુરુ તરીકે બનનાર મોદીની સ્ત્રી નિર્મલાના પોતા પરના એ અનન્ય ઉપકારને રાજા પ્રજાપાલ જીવનભર કદી ભૂલી શક્યો નહિ.
એ પાછો ફર્યો, હંમેશના માટે આવા અકાર્યથી. ધન્ય હો નારીશક્તિની પવિત્રતાને ! ખરેખર આવી પવિત્ર નારી એ નારાયણી છે.