________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૧૦
કરવાં યે વધારે શીતલતા ! હું તો આવા પાણીને સર્વ શ્રેષ્ઠ જળ કહું છું. વખાણ કરતાં કરતાં રાજાએ સેવકને પૂછ્યું, 'આ પાણી તેં ક્યાંથી મેળવ્યું?'
સેવક બોલ્યો : 'મહારાજ ! એ પાણી મંત્રીશ્વરને ત્યાંથી આવેલું છે. રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું : 'તું આવું સરસ પાણી ક્યાંથી લાવ્યો? સુબુદ્ધિએ જવાબ આપ્યો : મહારાજ ! એ પાણી પેલી ગંધાતી ખાઈનું જ છે. રાજાએ વિસ્મય સાથે ફરી પૂછ્યું: શું આ પેલી ગંદી ખાઈનું પાણી છે?
સુબુદ્ધિએ કહ્યું, મહારાજ ! એ તેનું જ પાણી છે. જૈન શાસન કહે છે કે, વસ્તુ માત્ર પરિવર્તન શીલ છે. જ્યારે તમે ભોજનનાં વખાણ કર્યાં અને ખાઈના પાણીની નિંદા કરી ત્યારે તમને જૈન સિદ્ધતનો પરમાર્થ સમજાવવા મેં યત્ન કરેલો, પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ, તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રયોગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો. આમ છતાં રાજાને સુબુદ્ધિ મંત્રીની વાત પર વિશ્વાસ ન આવ્યો તેથી તેને પોતાની દેખરેખ નીચે અંગત માણસો દ્વારા એ મંગાવી, સુબુદ્ધિ મંત્રીના કહેવા મુજબ એ પ્રયોગ કરી જોયો. ત્યાર બાદ તેને પાકી ખાત્રી થઈ કે, સુબુદ્ધિનું કહેવું પૂરેપૂરું ખરું
એટલે તેણે સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું : 'વસ્તુના સ્વરૂપને લગતું આવું જ્ઞાન તને ક્યાંથી મળ્યું?'
સુબુદ્ધિએ નમ્રતાથી કહ્યું : પ્રભુ! જિનેશ્વર દેવનાં વચનોથી હું એ સિદ્ધાંત સમજયો છું, તેથી જ કોઈ સુંદર વસ્તુ જોઈને હું ફુલાતો નથી, તેમ જ નઠારી વસ્તુ જોઈને અકળાતો નથી. વસ્તુના પર્યાયોનું યથાર્થ ભાન થવાથી વિવેકી આત્માઓ પોતાનો સમભાવ ટકાવી બરાબર મધ્યસ્થ રહી શકે છે. આથી રાગદ્વેષ તથા કષાયોના યોગે મલિનતા તેના આત્મામાં આવી નથી.'
શ્રમણોપાસક સુબુદ્ધિ મંત્રીની આવી સરસ વાત સાંભળીને રાજાને જૈન સિદ્ધતનું રહસ્ય સમજવાની તીવ્ર ઇચ્છા થઈ. ત્યાર બાદ સુબુદ્ધિ મંત્રીએ રાજાને જૈન સિદ્ધનમાં રહેલું જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો.
ક્રમશ: સદ્ગુરુની નિશ્રામે રત્નત્રયીની આરાધના કરી તે બન્ને કર્મ ખપાવીને મુક્તિપદને પામ્યા.