________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૧૩ માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું." એમ વિચારતાં કેટલેક દિવસે મરીચિ વ્યાધિ રહિત થયો.
એક વખત તેને કપિલ નામે કુલપુત્ર મળ્યો. ધર્મનો અર્થી હતો, તેથી તેણે કપિલને આહત ધર્મ કહી સંભળાવ્યો. એ વખતે કપિલે તેને પૂછ્યું કે, 'તમે પોતે એ ધર્મ કેમ આચરતા નથી ?" મરીચિ બોલ્યો કે, હું તે ધર્મ પાળવાને સમર્થ નથી" કપિલે કહ્યું કે, ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી ?" આવા પ્રશ્નથી તેને જિનધર્મમાં આળસુ જાણી શિષ્યને ઇચ્છતો મરીચિ બોલ્યો કે, 'જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ સાંભળી કપિલ તેનો શિષ્ય થયો. તે વખતે ઉસૂત્ર ભાષણથી (મિથ્યાધર્મના ઉપદેશથી) મરીચિએ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર કર્મ ઉપાર્જન કર્યું. તે પાપની કોઈ પણ આલોચના ક્યા વગર અનસન વડે મૃત્યુ પામીને મરીચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. કપિલ પણ આસૂરિ વગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારનો ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો. અને તેને આસૂરિ વગેરેને પોતાનો સાંખ્ય મત જણાવ્યો. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવર્તે.
આત્મપ્રશંસા અને અભિમાન કરવાથી મરીચિએ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું, અને ઉસૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ ર્યા. તીર્થંકર ભગવાનના શાસ્ત્રથી વિરુદ્ધ ન બોલવું અને અભિમાન ન કરવું આટલો બોધપાઠ સૌએ ગ્રહણ કરવા જેવો છે."
આજે પામો પરમ પદનો, પંથ તારી કૃપાથી, મિઓ આજે ભ્રમણ ભવના, દિવ્ય તારી કૃપાથી, દુ:ખો સર્વે ક્ષય થઈ ગયાં, દેવ તારી કૃપાથી, ખુલ્યાં ખુલ્યાં સકળ સુખના, દ્વાર તારી કૃપાથી. પ્રભુ દરશન સુખ સંપદા, પ્રભુ દરશન નવનિધ; પ્રભુ દરશનથી પામી, સકળ પદારથ સિદ્ધ. શાંતિનાથજી સોળમા જગ-શાનિ સુખકાર, શાન ભાવે ભક્તિ કરે, તરત તેરે ભવપાર.