________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૧
નથી કરતો !" બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે, હવે નગરી વિરોધ કરવાને યોગ્ય છે તેથી તેણીએ દરવાજા બંધ કર્યા અને કિલ્લા ઉપર સુભટોને ચડાવ્યા. ચંડપ્રદ્યોત રાજા ફળથી ભ્રષ્ટ થયેલા કપિની જેમ અત્યંત વિલખો થઈ નગરી વીંટીને પડ્યો રહ્યો.
એક મૃગાવતીને વૈરાગ્ય આવ્યો કે, જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉં.” તેણીનો આવો સંકલ્પ જ્ઞાન વડે જાણી શ્રી વીર પ્રભુ સુર-અસુરના પરિવાર સાથે ત્યાં પધાર્યા. પ્રભુને બહાર સમોસર્યા સાંભળી, મૃગાવતી પુરદ્વાર ઉઘાડી નિર્ભયપણે મોટી સમૃદ્ધિ સાથે પ્રભુ પાસે આવી પ્રભુને વંદના કરીને યોગ્ય સ્થાને બેઠી. ચંડપ્રદ્યોત પણ પ્રભુનો ભક્ત હોવાથી ત્યાં આવીને વૈર છોડીને બેઠો અને બધાં વીર પ્રભુની દેશના સાંભળવા લાગ્યાં.
અહીં સર્વજ્ઞ પધાર્યા છે એમ જાણી કોઈ એક ધનુષધારી પુરુષ પ્રભુની પાસે આવ્યો અને નજીક ઊભો રહીને પ્રભુને મન વડે જ પોતાનો સંશય પૂછ્યો. પ્રભુ બોલ્યા : “અરે ભદ્ર ? તારો સંશય વચન દ્વરા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે." પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તો પણ તે લજજાવશ થઈ સ્પષ્ટ બોલવાને અસમર્થ છે તેથી તે થોડા અક્ષરોમાં બોલ્યો કે, “હે સ્વામી ! યાસા, સાસા પ્રભુએ પણ ટૂંકમાં જ જવાબ આપ્યો, “એવા મેવં" તે સાંભળી ગૌતમ સ્વામીએ પૂછ્યું કે, હે ભગવંત ! યાસા, સાસા એ વચનનો શો અર્થ છે?"
પ્રભુ બોલ્યા કે, આ ભરતક્ષેત્રને વિષે ચંપાનગરીમાં પૂર્વે એક સ્ત્રીલંપટ સુવર્ણકાર હતો. તે પૃથ્વી પર ફરતો હતો અને જે જે રૂપવતી કન્યા જોતો તેને પાંચસો પાંચસો સોનૈયા આપીને પરણતો હતો. એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગનાં આભૂષણો કરાવી આપ્યાં હતાં. પછી જ્યારે જે સ્ત્રીનો વારો આવે ત્યારે તે સ્ત્રી સ્નાન, અંગરાગ વગેરે કરી સર્વ આભૂષણો પહેરી તેની સાથે બ્રિડા કરવાને સજજ થતી હતી. તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રી જો પોતાના વેશમાં કાંઈ પણ ફેરફાર કરે તો તે તેનો તિરસ્કાર કરી માર મારતો. પોતાની સ્ત્રીઓના અતિ ઈર્ષાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એવો તે સોની નજરની જેમ કદી પણ ગૃહદ્વારને છેડતો નહોતો. તેમ જ કોઈ સ્વજનોને તે પોતાના ઘરે બોલાવતો નહતો તેમ જ તે પણ સ્ત્રીઓના અવિશ્વાસથી પોતે પણ બીજાને ઘેર જમવા જઈ શકતો નહોતો. '
એક વખત તેનો કોઈ પ્રિય મિત્ર જો કે તે ઇચ્છતો ન હતો પણ તેને અત્યાગ્રહથી પોતાને ઘેર જમવા લઈ ગયો, કેમ કે તે મૈત્રીનું આદ્ય લક્ષણ છે. સોનીના બહાર જવાથી તેની સર્વ સ્ત્રીઓએ ચિંતવ્યું કે, આપણા ઘરને, આપણા યૌવનને અને