________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૦૦
શ્રી ભોગસાર
૭૮.
કપિલેપુરમાં ભોગસાર નામે બાર વ્રતને ધારણ કરનારો શ્રાવક રહેતો હતો. તેણે શ્રી શાંતિનાથ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો હતો ત્યાં તે હંમેશાં કોઈ પણ જાતની લાલસા વગર ભગવાનની ત્રણ કાળ પૂજા કરતો હતો. એકદા તેની સ્ત્રી આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી ત્યારે તે સ્ત્રી વિના ઘરનો નિર્વાહ ચાલશે નહીં." એમ માની તે બીજી સ્ત્રીને પરણ્યો. તે
સ્ત્રી સ્વભાવે અતિ ચપળ હતી, તેથી તેણી ગુપ્ત રીતે ધન એકઠું કરવા લાગી, અને પોતાની ઇચ્છા પ્રમાણે ખાવા-પીવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વધન ખલાસ થઈ ગયું તેથી તે બીજા ગામમાં રહેવા ગયો. પણ બંને પ્રકારની જિનપૂજાતે ભૂલતો નહીં. (દ્રવ્ય પૂજા તથા ભાવપૂજા. તેમાં પણ ભાવપૂજા તો હંમેશાં ત્રિકાળ કરતો.
એકદા તેની સ્ત્રીએ તથા બીજા કેટલાક લોકોએ તેને કહ્યું કે, હે શ્રેષ્ઠી ! નિગ્રહ કે અનુગ્રહના ફળને નહીં આપનારા એવા વીતરાગ દેવને તમે શા માટે ભજો છો?તેની ભક્તિ કરવાથી ઉલટું તમને પ્રત્યક્ષ દારિદ્ર પ્રાપ્ત થયું. માટે હનુમાન, ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાળ વગેરે પ્રત્યક્ષ દેવોની સેવા કરો, કે જેથી તેઓ પ્રસન્ન થઈને તત્કાળ ઇચ્છિત ફળ આપે."
આ પ્રમાણે સાંભળતાં શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, અહો! આ લોકો પરમાર્થના અજાણ છે, અને મોહરૂપી મદિરાનું પાન કરેલું હોવાથી ગમે તેમ બોલે છે. પૂર્વ જન્મમાં ચૂન પુણ્ય કરીને આ જન્મમાં સંપૂર્ણ પુષ્યનું ફળ ભોગવવાની સ્પૃહા કરે છે, તે સર્વ મિથ્યાત્વની મૂઢતાનું ચેષ્ટિત છે. અહીં હનુમાન, ગણેશ વગેરે દેવો શું ન્યાલ કરી દે છે? જેવું વાવીયે તેવું જ લણાય છે. તેમાં કોઈનો દોષ નથી. પરંતુ સંસારનાં દુ:ખનું વિસ્મરણ કરવા માટે પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. કેમ કે વીતરાગના ગુણો સંભાર્યા વિના સંસારનો મોહ કેમ નારી પામે? મિથ્યાત્વમાં મગ્ન થયેલા મૂઢ પુરુષોને ધિકકાર છે, કે જેઓ સાંસારિક ઇચ્છા પૂર્ણ કરવા માટે દેવીદેવલાંને ભજે છે, અને માને છે કે મારી ઇચ્છા આ દેવોએ પૂર્ણ કરી. આ નરી ભ્રમણા છે. આમ વિચારીને શ્રેષ્ઠીએ પોતાના મનમાં જરા પણ વિચિકિત્સા ધારણ કરી નહીં પછી શ્રેષ્ઠીએ ધનના અભાવને લીધે ખેતી કરવા માંડી. તેની સ્ત્રી હંમેશાં પડ્યાન વગેરે ભાવતાં ભોજન ખાય છે અને શ્રેષ્ઠીને ચોળા વગેરે કુત્સિત અન્ન આપે છે. તેથી શ્રેષ્ઠી તો માત્ર નામથી જ ભોગસાર રહ્યો પણ તેની સ્ત્રી તો ખરેખરી ભોગવતી થઈ. અનુક્રમે કુલટા થઈ અને પર પુરુષ સાથે યથેષ્ઠ ભોગ ભોગવવા લાગી.