________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૯૬
કે, "અમારું એક કામ કરવાનું કબૂલ કરો તો આ એક રત્ન આપું, અને કાર્ય કરી રહ્યા પછી આ બીજું રત્ન પણ આપીશ." બ્રાહ્મણે રત્ન જોઈ હર્ષથી કહ્યું કે, “હે પૂજ્ય! કામ બતાવો. ગુરુએ કહ્યું કે, આ ઉપાશ્રય નજીક એક ગધેડાનું શબ પડ્યું છે તેથી તે પડ્યું હોય ત્યાં સુધી અમને સ્વાધ્યાય વગેરે ધર્મકાર્યમાં વિન થાય છે. અર્થાત્ કરી શકતા નથી, તેથી તેને ઉપાડીને તું ગામ બહાર નાખી આવ." બ્રાહ્મણે વિચાર્યું કે, હમણાં અંધારું થઈ ગયું છે, તેથી મને વેદપારગામીને અત્યારે કોણ ઓળખે છે? માટે સ્વાર્થ સાધી લઉં." એમ વિચારીને તે ચાંડાળ જેવો વેશ કરી, પેલું શબ ખાંધે ચડાવી, યજ્ઞોપવીત સંતાડીને, તેને ગામ બહાર નાખી આવ્યો. પછી સ્નાન કરીને જલદી ગુરુ પાસે આવ્યો અને કહ્યું કે, “હે સ્વામી! આપનું કામ કરી આવ્યો! માટે તમારું વચન તમે પાળો અને બીજું રત્ન આપી દો." ગુરુજીએ બીજું રત્ન પણ તેને આપ્યું. પછી બ્રાહ્મણે સૂરીને પોતાના પ્રશ્નનો ઉત્તર પૂછ્યો. ત્યારે ગુરુએ કહ્યું કે, હજુ સુધી તું તારા પ્રશ્નનો ઉત્તર સમજ્યો નથી ?" તે સાંભળીને તે લધુકર્મી અને સુલભ બોધિ હોવાથી તથા અનેક શાસ્ત્રનાં જ્ઞાનવાળો હોવાથી સારી રીતે વિચાર કરતાં તેને સમજાયું કે, "અહો! હું બ્રાહ્મણ કે જેનો અર્થ બ્રહ્મ તત્ત્વ જાણનાર થાય છે, તથા હું ગાયત્રીનો જાપ કરનાર, છતાં પણ લોભના પરવશપણાથી આવી નિંઘ દશાને પામ્યો. ધર્મ શાસ્ત્રોમાં કહ્યું છે કે: અત્યંત પાપકર્મને ઉત્પન્ન કરનાર પાપનો બાપ જો લોભ હોય તો બીજા પાપથી શું ? જો સત્ય હોય તો તપની શી જરૂર છે? જો મન પવિત્ર હોય તો તીર્થે ફરવાથી શું વિશેષ છે ? જો સુજનતા હોય તો આમ માણસનું શું કામ છે ? જો મહિમા હોય તો અલંકાર પહેરવાથી શું વિશેષ છે? જો સારી વિદ્યા હોય તો ધનની શી જરૂર છે? અને જો અપયશ હોય તો પછી મૃત્યુએ કરીને શું વધારે છે અથવા અપયશ એ જ મૃત્યુ છે." | ઇત્યાદિ વિચાર કરીને તે બ્રાહ્મણ પોતાના ઘેર આવી પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે, હે પ્રિયા ! જૈન સાધુએ મને સારો બોધ પમાડ્યો. લોભ એ પાપનો બાપ છે. તે મને સમજાયું. જૈન ધર્મ સર્વ ધર્મમાં ઉત્તમ અને લોકોત્તર છે. માત્ર એક લોભને નહીં જીતવાથી સર્વ ધર્મકૃત્યો વ્યર્થ છે. લોભી માણસ સર્વ પ્રકારનાં પાપો કરે છે." પછી તે બ્રાહ્મણ ફરીને ગુરુ પાસે આવ્યો અને ગુરુને કહ્યું કે, “હે સ્વામી ! આપની કૃપાથી મને જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રાગ રત્ન પ્રાપ્ત થયાં." ઇત્યાદિ ગુરુની પ્રશંસા કરીને તેમનો અત્યંત ઉપકાર માન્યો.
આ વાતનું તાત્પર્ય એ છે કે, "લોભનો નાશ કરવા જેવો બીજો કોઈ ધર્મ નથી અને લોભને વશ થવા જેવું બીજું કોઈ પાપ નથી.”