________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૬ હિસાબ હું આપીશ. હું પેથડ નામે નેનો સેવક છું. પછી રાજાએ તેને છૂટો કર્યો. મંત્રીને ભોજન કરાવી પાછો રાજા પાસે રજૂ કર્યો. રાજાએ પેથડને ચતુર જાણી પોતાનો મંત્રી બનાવ્યો; તેથી અલ્પ સમયમાં પેથડની પાસે પાંચ લાખ દ્રવ્યની સંપત્તિ એકઠી થઈ ગઈ. તે પછી જે અધિક લાભ થયો તે વડે તેણે ચોવીશ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. પોતાના ગુરુ ત્યાં પધાર્યા ત્યારે તેમને નગરમાં પ્રવેશ કરાવતાં બોંતેર હજાર દ્રવ્ય વાપર્યું. બત્રીશ વર્ષની વય થઈ એટલે શીલ વ્રત ગ્રહણ કર્યું. બાવન ઘડી પ્રમાણ સુવર્ણ દેવદ્રવ્યમાં આપીને ઇંદ્રમાળ પહેરી; અને ગિરનાર તીર્થ દિગમ્બરોના કબજામાં જતું બચાવી લીધું. સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યને એકવીશ ઘડી સુવર્ણ વડે મઢીને જાણે સુવર્ણનું શિખર હોય તેવું સુવર્ણમય બનાવ્યું. આ પ્રમાણે તેણે ઘણું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપર્યું.
આ પાંચમું જે પરિગ્રહ પરિમાણ નામે વ્રત છે તે ધર્મને વિષે સંપત્તિનું એક મહસ્થાન છે, તેને સંપાદન કરીને જેમ પેથડ શાહે સ્થાને સ્થાને સમૃદ્ધિ અને સુખ સંપાદન કર્યું, તેમ સૌ કોઈ પણ તે વ્રતને ઢતાથી ધારણ કરો.
વૃક્ષ
-
''1'
- -
- -
-
માનવીના આરોગ્ય માટે ઔષધ આખાં, ખાવા માટે ફળ આપ્યાં, તોરણ માટે પાન આખાં ને વિસામો દેવા શીળી-મીઠી છાયા આપી; એટલું જ નહિ, ઠંડો વાયુ પણ ઢોળ્યો,
ઝૂલવા માટે પારણું આખું, ઘર બાંધવા લાકડું આખું, રસોઈ માટે ઇંધણ આખાં, તરવા માટે નાવડાં ને તરાપા આખાં ને આંતરડામાંથી ઘરડા આખાં.
એટલું જ નહિ, એને કુહાડો કે કરવત મારી વૃક્ષને ખતમ કરવા મથનારો માનવ પોતાને મોતે મરીને ખતમ થઈ ગયો ત્યારે પણ, એણે જ મને વાવ્યું હનું ને સિચ્યું હતું" એમ વિચારી, નનામી બની, એના મૃતદેહને પોતે ઝીલી લીધો ને સ્મશાન સુધી પહોંચાડી દીધો.
પણ મશાનમાં તો એનું સમર્પણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું. ને માનવીની સાથે એ પોતે પણ જલીને ખાખ થઈ ગયું.
લીલાં તોરણથી ભસ્મ સુધી અને ભસ્મથી ફરી લીલાં અંકુર સુધીની મારી સમર્પણ - યાત્રાને ધન્ય છે.
વૃક્ષની જેમ સમર્પણની પરાકાષ્ઠાએ પહોંચીએ.