________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૭
મૃગાવતી
સૂરપ્રિય નામનો યક્ષ સાકેત નગરને વિષે રહેતો હતો. ત્યાંના લોકો તે યક્ષને બહુ માનતા. દરેક વર્ષે તેની યાત્રાના દિવસે તેનું વિચિત્ર રૂ૫ ચીતરતા. તે યક્ષ તે દરેક ચિતારાને હણતો. જો ચિત્ર ચીતરવામાં ન આવતું તો તે યક્ષ આખું વર્ષ નગરના લોકોને પકડી પકડી હણતો. આમ ચીતરનારાઓનો વધ થવાથી કેટલાક ચિતારાનાં કુટુંબો ત્યાંથી નાસી બીજા નગરે જતાં રહ્યાં. એટલે એ દુષ્ટ યક્ષની બીકે રાજાએ પોતાના સુભટોને મોકલીને પેલા ચિત્રકારોને પાછા બોલાવ્યા ને તેમના સર્વના નામની ચીઠ્ઠીઓ લખી ને તે સર્વ એક ઘડામાં નાખી ને જેનું નામ આવે તે યાત્રાના દિવસે ચિત્ર દોરે ને યક્ષ તેને હણે એવો ઠરાવ કર્યો. આમ ઘણો કાળ વ્યતીત થયો.
એકદા કોઈ ચિત્રકારનો પુત્ર કૌશાંબી નગરીથી ચિત્રકળા શીખવાને માટે સાકેતપુર નગરે આવ્યો અને એક ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઊતર્યો. તેને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ. દેવયોગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી એટલે ખરેખર યમરાજનું તેડું જ ગણાય. તે ખબર સાંભળી વૃદ્ધાએ રુદન કરવા માંડ્યું, તે જોઈ કૌશાંબીના યુવાન ચિત્રકારે રૂદન કરવાનું કારણ પૂછ્યું, ત્યારે વૃદ્ધાએ પોતાના પુત્ર ઉપર આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી. તે બોલ્યો : માતા ! ગભરાવ નહીં તમારો પુત્ર ઘેર રહેશે, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચીતરીશ.' વૃદ્ધા બોલી કે, વત્સ, તું પણ મારો પુત્ર જ છે. તે બોલ્યો, માતા ! હું છું છતાં આ મારો ભાઈ સ્વસ્થ રહો. પછી તે યુવાન ચિત્રકાર છઠ્ઠનું તપ કરી, નહાઈ, ચંદનનું શરીર ઉપર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રનું આઠ પડું કરીને બાંધી. નવીન પીંછીઓ અને સુંદર રંગોથી તેણે યક્ષની મૂર્તિ ચીતરી. પછી તે બાળ ચિત્રકાર યક્ષને નમીને બોલ્યો કે, “હે સૂરપ્રિય દેવ ! અતિ ચતુર ચિત્રકાર પણ આપના ચિત્રને ચીતરવાને સમર્થ નથી તો હું તો ગરીબ બાળક તો કોણ માત્ર છું, તથાપિ હે યક્ષરાજ ! મેં મારી શક્તિથી જે કાંઈ દોર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કઈ ભૂલચૂક થઈ હોય તો તે માટે ક્ષમા કરજો; કારણ કે આપ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છો." આવી તે ચિત્રકારની વિનય ભરેલી વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે, હે ચિત્રકાર, વર માંગ" તે બાળચિત્રકાર બોલ્યો કે, "હે દેવ ! તમે જો આ