________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૧
સાથે તેણે ગૃહની બહાર કાઢી મૂકી. ત્યાંથી નીકળીને તે પોતાના પિતાને ઘેર આવી, પરંતુ ત્યાં પણ કલંકની વાર્તા જાણીને તેણે તેને રાખી નહીં એટલે તેણીએ માત્ર એક ઘસી સાથે વનમાં ભટક્વા માંડ્યું. પૂર્ણમાસ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો, અને મૃગ બાલની જેમ તે તેનું પાલન કરવા લાગી.
એક વખત દાસી જળ લેવાને ગઈ હતી, ત્યાં તેણે માર્ગમાં એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયાતેણે અંજનાને તે વાત કરી; એટલે અંજના તેની પાસે જઈ નમસ્કાર કરીને બેઠી; મુનિએ કાયોત્સર્ગ પાળી ધર્મદેશના આપી, તે સાંભળી અંજનાએ પોતાને પડેલાં દુઃખનું કારણ પૂછ્યું. મુનિએ અવધિજ્ઞાનથી તેનો પૂર્વભવ જણાવ્યો કે, હે અંજના! કોઈ ગામમાં એક ધનવાન શ્રેષ્ઠિની તું મિથ્યાત્વી સ્ત્રી હતી. તારે એક બીજી પત્ની હતી, તે પરમશ્રાવિકા હતી. તે પ્રતિદિન જિન પ્રતિમાની પૂજા કરીને પછી ભોજન લેતી હતી. તું તેના ઉપર દ્વેષ ધારણ કરતી હોવાથી એક દિવસે મેં તેની જિન પ્રતિમાને કચરામાં સંતાડી દીધી; તેથી જિનપૂજા ન થવાથી તેણીએ મુખમાં જળ પણ નાખ્યું નહીં અને તે ઘણી આકુળવ્યાકુળ થઈ ગઈ. એટલે તેણે જેને તેને પ્રતિમા વિશે પૂછવા માંડ્યું. તેવામાં કોઈએ કચરામાં રહેલી પ્રતિમા બતાવવા માંડી, પણ તેં બતાવવા ન દેતાં તેના ઉપર ધૂળ નાખી. એવી રીતે બાર મુહૂર્ત સુધી રાખતાં જ્યારે તે ઘણી દુઃખી થઈ, ત્યારે તે દયા લાવી તેને પ્રતિમા લાવી આપી. તે પાપથી તારે તારા પતિ સાથે બાર વર્ષનો વિયોગ થયો હતો. હવે તે કર્મ ક્ષીણ થવાથી તારો મામો અહીં આવી તને પોતાના ઘરે લઈ જશે. ત્યાં તારો સ્વામી પણ તને મળશે." આ પ્રમાણે મુનિ કહેતા હતા તેવામાં એક વિદ્યાધર ઉપર થઈને જતો હતો, તેનું વિમાન ત્યાં સ્કૂલિત થયું. વિદ્યારે તેનું કારણ જાણવા નીચે જોયું, ત્યાં પોતાની ભાણેજ અંજનાને તેણે ઓળખી; એટલે તત્કાળ નીચે ઊતરી દાસી અને પુત્ર સહિત અંજનાને પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે ચાલ્યો.
અંજનાનો બાળક ઘણો ચપળ અને ઉગ્ર પરાક્રમી હતો તેથી ચાલતા વિમાનની ઘુઘરીઓનો અવાજ સાંભળી તે બાળકને ઘુઘરીઓ લેવાનું કૌતક થયું. તેથી તે લેવા તે પોતાના હાથ લંબાવતો ગયો, એમ કરતાં અકસ્માત તે વિમાનમાંથી નીચે પડી ગયો. આ જોઈ અંજનાને મહા દુ:ખ થયું અને આકંદ સ્વરે રુદન કરતાં કહે, “અરે પ્રભુ! આ શો ગજબ ! અરે હદય શું વજથી ઘડાયેલું છે કે પતિના વિયોગે પણ તે ભાંગી ગયું નહીં, અને અત્યારે પુત્ર વિયોગે પણ ખંડિત થતું નથી ? આટલે ઊંચેથી પડેલો પુત્ર શું બચવાનો છે ! આ સાંભળી તેનો મામો પૃથ્વી ઉપર ઊતર્યો. તેણે શિલાના ચૂર્ણ રિતી) ઉપર પડેલા બાળકને જેવો ને તેવો ઉપાડી લઈ તેની માતાને આપ્યો. પછી તે વિદ્યારે