________________
૧.
ખંધકમુનિ ખંધકકુમાર જિતશત્રુ રાજાના પુત્ર હતા. બાળપણથી જ ધર્મપરાયણ હતા. એક દિવસ વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી ભગવાનની અમૃતમય દેશના સાંભળીને વૈરાગ્ય પેદા થયો, અને પાંચસો રાજકુમારોની સાથે દીક્ષા લીધી. એક દિવસ ભગવંતને પૂછીને વહનના દેશ ભણી વિચરણ કર્યું. પ્રભુએ કહ્યું, "તમને પૂરા પરિવારને મરણાંત કષ્ટ થશે”. ત્યારે ખંધકસૂરી ભગવંતને કહે, "અમે આરાધક થઈશું, કે વિરાધક ? ભગવંત કહે, "તમારા સિવાય બધા આરાધક બનશે." ત્યારે વિચાર કરીને વહનના દેશ ભણી ચાલી નીકળ્યા. ત્યાંના મંત્રીને એમના પર દ્વેષ હતો. ગામમાં પહોંચ્યા. મંત્રીને ખબર પડી ગઈ. એમને મારી નાખવાના પ્રયાસો શરૂ કર્યા. રાજાને ભંભેર્યો કે આ મુનિ ૫૦૦ મુનિના વેશમાં સૈનિક બનીને તમને મારી નાખીને રાજ્ય છીનવી લેશે. ત્યારે રાજાએ બ્રેધિત થઈને પાપી મંત્રીને હુકમ આપ્યો, "તને જેમ દીક લાગે તે રીતે ૫૦૦ જણાને
માર.”
ત્યારે દુષ્ટ .અધમ...ઘાણી બનાવવીને તમામ મુનિઓને પીલવા લાગ્યો. લોહીની નદીઓ વહી એમ ૪૯૮ મુનિઓ સમતા રસમાં પીલાઈને કર્મક્ષય કરીને મોક્ષ પામ્યા, ત્યારે બાલ મુનિને મારતાં પહેલાં મને મારો" એવો અવાજ પણ ના સાંભળ્યો. ત્યારે મરતાં પહેલાં પ્રતિજ્ઞા કરતાં હું આવતા ભવમાં મંત્રીની સાથે આખી નગરીના લોકોને મારી નાખીશ” એમ કહ્યું, પછી પ્રતિજ્ઞાના પ્રભાવથી અગ્નિકુમાર દેવ બન્યા. નગરી બાળી નાખી, એવો વેધ કરવાથી મોક્ષમાં નહીં જઈ શક્યા. વેધથી કલ્યાણ નથી, ક્ષમાથી સિદ્ધિ મળે છે.
ધન્ય ૪૯૯ શિષ્યો.