________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૮
જ્યારે ભગવંત ચંપાનગરે આવ્યા ત્યારે જમાલી તેમની પાસે આવી કહેવા લાગ્યો કે, એક મારા વગર આ તમારા સર્વ શિકો છદ્મસ્થ છે અને હું તો પોતે જ કેવળી છું, સર્વજ્ઞ છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે, આવું અશક્ય બોલ નહીં કેમ કે ભગવંતનું વચન કોઈ વખત પણ સ્પલાયમાન થાય જ નહીં. જો તું કેવળી છે તો હું પૂછું તેનો ઉત્તર આપ : આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે? આ જીવો શાશ્વત છે કે અશાશ્વત છે ? (નિત્ય છે કે અનિત્ય છે ?)" આનો ઉત્તર નહીં મળવાથી તે બંધન પતિત સર્પની પેઠે મૌન થઈ ગયો. ભગવંતે કહ્યું કે, હે જમાલી? આ અમારા કેટલાક શિષ્યો છhસ્થ છે તે પણ આનો ઉત્તર આપી શકે છે કે, હતો, હશે અને છે. એવા ત્રણ કાળની અપેક્ષાએ આ લોકશાશ્વત છે અને ઉત્સર્પિણી અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અશાશ્વત છે. દ્રવ્યરૂપે આ જીવ શાશ્વત છે અને નર, નારક, તિર્યંચ આદિરૂપ પર્યાયની અપેક્ષાએ આ જીવો અશાશ્વત છે.
આવાં વચનો પ્રભુએ કહ્યાં છતાં પણ તેને નહીં માનતા બીજા કેટલાક ઉસૂત્રોની પ્રરૂપણા કરીને મિથ્યાભિનિવેશી મિથ્યાત્વથી લોકોને ભરમાવતો છેવટે અનસન કરી, આલોયણા લીધા વગર અને તે પાપ પડીકમ્યા વગર છઠ્ઠા લાંતક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
જમાલીને મૃત્યુ પામેલો જાણી ગૌતમે શ્રીવીર પ્રભુને વંદના કરીને પૂછ્યું, હે સ્વામી તે મહાતપસ્વી જમાલી કઈ ગતિને પામ્યો છે?' પ્રભુએ કહ્યું કે, તે તપોધન જમાલિ લાંતક દેવલોકમાં તેર સાગરોપમ આયુષ્યવાળો કિલ્વિષિક દેવતા થયો છે. ગૌતમે ફરીથી પૂછ્યું કે, તેણે મહા ઉગ્રતપ કર્યું હતું, તથાપિ તે કિલ્વિષિક દેવ કેમ થયો? અને ત્યાંથી ચ્યવીને ક્યાં જશે?' પ્રભુ બોલ્યા કે, જે પ્રાણી ઉત્તમ આચારવાળા ધર્મગુરુ (આચાર્ય), ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘનો વિરોધી હોય, તે ગમે તેટલી તપસ્યા કરે તો પણ કિલ્વિષિકાદિ હલકી જાતિનો દેવતા થાય છે. જમાલી પણ તે દોષથી જ કિલ્વિષિક દેવ થયેલો છે. ત્યાંથી આવી પાંચ પાંચ ભવતિર્યંચ, મનુષ્ય અને નારકીના ફરી ફરીને બોધિબીજ પ્રાપ્ત કરી છેવટે નિર્વાણને પામશે. તેથી કોઈ પણ પ્રાણીએ ધર્માચાર્ય વગેરેના વિરોધી થવું નહીં.
અસર આ સંસારમાં, રમતા બધાયે સ્વાર્થમાં, આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં.