________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૬
તમે લાવી આપો. તે બંને વસ્તુ અમે લાવીશું. એમ કહી તે પાંચે જણા બજારમાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રોએ બજારમાં જઈ કોઈ વૃદ્ધ વેપારી પાસે જઈને કહ્યું અમને ગોશીષચંદન અને રત્નકંબળની જરૂર છે. જે મૂલ્ય હોય તે લઈ અમને આપો. તે વેપારીએ કહ્યું : એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સોનૈયા છે તે આપીને લઈ જાઓ; પરંતુ તે પહેલાં તેનું તમારે શું પ્રયોજન છે તે કહો. તેઓએ કહ્યું : જે મૂલ્ય હોય તે લો અને બંને વસ્તુ અમને આપો. તે વડે એક મહાત્માના રોગની ચિકિત્સા કરવાની છે. એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠનાં લોચન વિકસિત થઈ ગયાં, રોમાંચે તેના હૃદયનો આનંદસૂચવ્યો અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. અહો ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મદવાળું આ સર્વેનું યૌવન ક્યાં? અને વયોવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેઓની મતિ ક્યાં? મારા જેવા જરાવસ્થાથી જર્જર કાયાવાળા માણસોએ કરવા લાયક શુભકામ આ સર્વે કરે છે અને દમન કરવા યોગ્ય ભારનું તેઓ વહન કરે છે. એમ વિચારી વૃદ્ધ વેપારીએ કહ્યું : હે ભદ્ર! આ ગોશીર્ષચંદન અને રત્નકંબળ લઈ જાઓ. તમારું કલ્યાણ થાઓ! મૂલ્યની કાંઈ જરૂર નથી. તમોએ સહોદરની પેઠે મને ધર્મકાર્યમાં ભાગીદાર કર્યો છે એટલે ધર્મરૂપી અક્ષયમૂલ્ય મને મળ્યું છે. એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી તે મિત્રો જીવાનંદની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષનો પાદ હોય તેમ નિશ્ચલ થઈ કાયોત્સર્ગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ બોલ્યા: હે ભગવન! આજે ચિકિત્સા કાર્યથી અમે આપના ધર્મકાર્યમાં વિઘ્ન કરીશું આપ આજ્ઞા કરો અને પુણ્ય વડે અમને અનુગ્રહ કરો. મુનિએ ચિકિત્સા કરવાની મૂક સંમતિ આપી એટલે તેઓ તરતની મરેલી ગાયનું શબ લાવ્યા: (ગોમૃતક) કેમ કે સુવૈદ્યો ક્યારે પણ વિપરીત (પાયુક્ત ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મુનિના દરેક અંગમાં લક્ષપાક તેલ વડે મર્દન કર્યું એટલે નીકનું જળ જેમ ઉઘાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વાત થઈ ગયું. ઘણા ઉગ વીર્યવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિ મટાડવા ઉગ્ર ઔષધ જ જોઈએ. પછી તેલથી વ્યાકુળ થયેલા કૃમિઓ, જળ નાખ્યાથી જેમ દરમાંથી કીડીઓ બહાર આવે તેમ મુનિના ક્લેવરમાંથી બહાર નીકળ્યા. એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે છે તેમ જીવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહન વખતે તપેલાં માછલાંઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને હલાવ્યા વિના ધીમેથી લઈને સર્વ કૃમિઓ ગાયના મૃતક પર નાખ્યા. સત્પષો સર્વ ઠેકાણે દયાયુક્ત હોય છે. પછી જીવાનંદે અમૃત રસ સમાન પ્રાણીને જીવાડનાર ગોશીર્ષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા. એટલે ફરીથી તેઓએ તૈલાભંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માસમાં રહેલા ઘણા કૃમિઓ