________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૮
અનુભવીને, અહીં આવ્યો છું. પૂર્વે મેં સર્વે વનસ્પતિ જીવને અભયદાન આપ્યું હતું. તો હવે આ ભવમાં પણ તેની હિંસા કરવી મને યોગ્ય નથી. આવું વિચારી ને પ્રત્યેક બુદ્ધ થયો. પછી તેણે બીજા કંદાદિકનું ભક્ષણ કરનારા તાપસોને પણ તેના પચ્ચખાણ કરાવ્યા.
બકરાં, ઊંટ, હાથી અને બીજાં પશુ વગેરેના ભવમાં વલ્લી પ્રમુખ વનસ્પતિનું તેં બહુ પ્રકારે ભક્ષણ કરેલું છે, તો હવે શ્રાવકપણાને પ્રાપ્ત કરીને હે જીવ ! તે વલ્લી વગેરેનું રક્ષણ કર, કે જેથી ધર્મરુચિ મુનીંદ્રની જેમ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય”
-
જ
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મંત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત રહે; ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે...મૈત્રી દીન, કૂર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે. - કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે...મૈત્રી માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું. મત્રી ચંદ્રપ્રભુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે...મૈત્રી
દાદા:
પાપમય સંસારમાં નિષ્પાપ જીવન બનાવવા માટે
પ્રથમ સાપન પાયન આચરણ છે.
.
::
: