________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૭૬
બાંધો. બારણાં બંધ કરી તેને ચુમાલીશ તાળાં મારો. હું સ્તોત્ર રચતો જઈશ અને બેડીઓ, સાંકળો અને તાળઓ તૂટતાં જશે અને હું ઓરડાની બહાર આવીશ."
રાજાએ તાત્કાલિક આ રીતે પ્રબંધ કરાવી શ્રી માનતુંગાચાર્યને એક ઓરડામાં બેસાડી સાંકળ વગેરે બાંધી બારણાં બંધ કરી ગુમાલીશ તાળાં માર્યા.
શ્રી માનતુંગાચાર્યે પ્રભુ આદેશ્વરની પ્રાર્થના કરી, હદયમાં શ્રી આદેશ્વર તિર્થંકરને સ્થાપ્યા અને એક પછી એક ભક્તામર સ્તોત્રની ગાથા પોતાની અનોખી કવિત્વ શક્તિથી બનાવતા ગયા અને બધાને સંભળાવતા ગયા. જેમ જેમ ગાથા બોલતા ગયા તેમ તેમ સાંકળો-બેડીઓ અને તાળાં તૂટતાં ગયાં અને છેલ્લી ગાથા બોલી મહારાજશ્રી તદૃન બંધન મુક્ત થઈ ઓરડાની બહાર આવ્યા. રાજા અને રાજય સભા અને પુષ્કળ લોકોએ આ ચમત્કાર દેખ્યો અને આવો ચમત્કાર દેખી જૈન શાસનની મોટી ઉન્નતિ થઈ એટલું જ નહીં પણ રાજા તેમ જ સભાનો મોટો ભાગ જે જૈનોના દ્વેષી હતા તે પણ ભદ્રિક થયા અને છેવટે જૈન ધર્મનો બોધ પામ્યા. જે ચુમાલીશ ગાથાઓની તેઓએ રચના કરી તે આજે ભક્તામર સ્તોત્ર નામથી સુપ્રસિદ્ધ છે. દિગમ્બર લોકો તેમાં ચાર ગાથા ઉમેરીને તેની ૪૮ ગાથાઓનો પાઠ પણ કરે છે.
-
-
-
- -
જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીન દુખિયાનાં આંસું હોતા અંતર કદી ન ધરાજો ! મારું સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !....મારું વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !..મારું. વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો !...મારું
:
'
.