________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૫
બોલાવાને અંતે જ્યારે કાપવાનો આરંભ કરે છે તે વખતે જોવા મળેલા પુષ્કળ માણસોની ભીડ વચ્ચે સૂર્યદેવતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યું. એટલું જ નહીં પણ તેનો કોઢ દૂર કરી સુવર્ણ કાંતિ જેવું શરીર કરી આપ્યું. આવો બનાવ બનવાથી બીજે દિવસે રાજાએ તેને ઘણા ઠાઠથી ગાજતે વાજતે દરબારમાં બોલાવ્યો. જ્યારે આવ્યો ત્યારે તેણે પોતાના બનેવીને (મયૂર) કહ્યું કે, કાળા મોંના કાગડા જેવા શુદ્ર પંખી! ગુરુડના જેવા મારા આગળ તારી શી શક્તિ છે? જો શક્તિ હોય તો દેખાડને ? બેસી કેમ રહ્યો છે?"
તે વખતે મયૂર બોલ્યો કે છે, છે, છે; અમારામાં પણ એવી શક્તિ છે. જો કે નીરોગીને ઔષધની કંઈ જરૂર નથી, તો પણ તારા વચનને અન્યથા કરવા હું મારી શક્તિ આ સભા સમક્ષ બતાવી દઉં છું તે તું તારી આંખો ઉઘાડીને જો. એમ કહીને તરત જ તેણે એક છરી મંગાવી પોતાના હાથ-પગની આંગળીઓ પોતાના હાથે જ છેદી નાખી અને ચંડી દેવીની સ્તવના કરતાં, કાવ્ય રચી બોલતાં, કવિતાના છઠ્ઠા જ અક્ષરનો ઉચ્ચાર કરતાં દેવી પ્રસન્ન થઈ આવી ઊભી રહી. એ બોલી કે, “મહા સાત્વિક ? માંગ, હું તારા પર પ્રસન્ન છું, તું જે માગે તે આપું.” તેણે તરત જ દેવીની પાસેથી વર માગી પોતાની છેદેલી આંગળીઓ સાજી કરાવી. એટલું જ નહીં પણ પ્રસન્ન થયેલી દેવીએ તેનું વજમય દઢ શરીર કરી આપ્યું. આ ચમત્કાર દેખી આખી સભા આશ્ચર્ય પામી ગઈ. આથી રાજાએ તેનું ઘણું જ સન્માન કર્યું એટલું જ નહીં પણ તેના વર્ષાસનમાં પણ ઘણો વધારો કરી આપ્યો.
આવા અવસરે જૈન ધર્મ માં ઉપર ધરનારા કોઈક વિખે સભા વચ્ચે વાત ચલાવી કે, જૈન ધર્મમાં આવી ચમત્કારિક કવિતા રચનારા પંડિતો કોઈ પણ જોવામાં આવ્યા નથી. જો આવી ચમત્કારિક કવિતાઓ રચવામાં કોઈ પણ પોતાની ચાલાકી દેખાડે તો ઠીક જ છે પરંતુ જો એવા કોઈ પણ પ્રભાવક તેઓમાં ન જ હોય ત્યારે ફોગટ શું કરવા આપણા આ આર્ય દેશમાં તેઓને આવજા કરવા દેવા જોઈએ વાર? સભામાં બેઠેલાઓમાં મોટા ભાગના જૈનના દ્વેષી હોવાથી બધાઓનું આ વાતમાં ધ્યાન ખેંચાયું. જેથી રાજાએ તરત જ પોતાના સેવકોને મોકલી દૂર દેશમાં વિચરતા શ્રી માનતુંગાચાર્ય નામના જૈનાચાર્યને રૂબરૂ બોલાવ્યા અને પૂછ્યું કે, તમારામાં કોઈ પણ ચમત્કારિક કવિતાઓ રચવામાં પ્રવીણ હોય તો અમોને બતાવી આપો. જો કોઈ પણ તમારામાં એવો વિન ન હોય તો તમારા માટે કંઈ પણ અમારે વિચાર કરવો પડશે. માનતુંગાચાર્યે કહ્યું કે, ઓહો, એમાં તે શું? એવા ચમત્કાર તો હું ઘણા જાણું છું. રાજાએ કહ્યું કે તો હમણાં જ બતાવો" શ્રી માનતુંગાચાર્યે હા કહી અને કહ્યું, “મને એક ઓરડામાં પૂરો અને મારા શરીરને ચારે બાજુ લોખંડની સાંકળથી બાંધો. હાથે પગે બેડીઓ