________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૩
દષ્ટાંત બતાવીને ગુરુએ સાગરમુનિને કહ્યું કે, હે વત્સ ! જેમ નદીમાં સ્વાભાવિક ઘણી રેતી હોય છે, તેમ તીર્થંકોમાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે. જેમ ખાલા વડે નદીમાંથી થોડી રેતી લીધી તેમ ગણધરોએ જિદ્રો પાસેથી થોડું શ્રુત ગ્રહણ કર્યું, અને જેમ તે રેતીને જુદે જુદે સ્થાને નાખવાથી અને પાછી લેવાથી નવી નવી ભૂમિના યોગે ક્ષીણ થતી થતી ઘણી થોડી રહી. તેમ શ્રત પણ ગણધર થકી ચાલતી પરંપરાએ અનુક્રમે કાલાદિકના દોષથી અલ્પ અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોને વિશે વિસ્મૃતિ વગેરેના કારણે ક્ષીણ થતું થતું હાલમાં ઘણું જ થોડું રહ્યું છે. તેમાં ચાળણીનો ઉપનય એવી રીતે કરવાનો છે કે, સૂક્ષ્મજ્ઞાન સર્વનાશ પામ્યું છે, અને હાલમાં સ્કૂલ જ્ઞાન રહ્યું છે. તેથી હે વત્સ ! તું શ્રુત સારી રીતે ભાગ્યો છે, પણ શ્રુત જ્ઞાનનો પહેલો આચાર તેં બરાબર ધાર્યો નથી. કેમ તે તું અકાળે પણ સ્વાધ્યાય કરે છે. તે વિષે શ્રી નિશીધ ચૂર્ણમાં કહ્યું છે કે “૧ સૂર્યોદય પહેલાં. ૨ મધ્યાહન સમયે, ૩ સૂર્યાસ્ત સમયે અને ૪ અર્ધ રાત્રીએ ચાર સંધ્યા વખતે સ્વાધ્યાય ન કરવો." ઇત્યાદિ ઉપદેશ ગુરૂના મુખ થકી સાંભળીને સાગર આચાર્ય તે સંબંધી મિથ્યા દુષ્કૃત આપીને ગુરુને નમ્યા અને પછી વિશેષ કરીને તેમની વૈયાવૃત્ય કરવા લાગ્યા. જે કોઈ સાગર આચાર્યની જેમ અહંકારથી યોગ્ય કાળનો અતિક્રમ કરીને શ્રુતાદિક ભણે છે, તે વિદ્રાન સાધુની સભામાં ઘણે પ્રકારે લજજા તથા નિંદાને પામે છે."
ભલું થયું ને
ભલું થયું ને અમે જિનગુણ ગાયા, રસનાનો રસ પીધો રે.. રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદગિરિ ઉપર રે ભલું. થૈયા થૈયા નાચ કરતા તીર્થકર પદ બાંધું રે ભલું થાળ ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફૂલડે વધાવો રે ભલું. દેવચંદ્ર કહે મારા મનનાં, સકળ મનોરથ સિદ્ધારે. ભલું. એ પૂજા જે ભણે ભણાવે, નસ ઘર મંગળ હોજો રે ભલું.