________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૬૫
જીવાનંદ વૈદ્ય
જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્ર હતો. તે જ નગરમાં તે અરસામાં નીચે પ્રમાણે ચાર બાળકો ઉત્પન્ન થયાં. તેઓમાં પ્રથમ ઇશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયો, બીજો સુનાશીર નામે મંત્રીની લક્ષ્મી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તેવો સુબુદ્ધિ નામે પુત્ર થયો. ત્રીજો સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયો અને ચોથો ધન શ્રેષ્ઠીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુંજ હોય તેવો ગુણાકર નામે પુત્ર થયો. આ સિવાય તે જ નગરમાં ઇશ્વરદત્ત શેઠને ત્યાં કેશવ નામે પુત્ર જન્મ્યો. આ છએ આગલા ભવમાં દેવલોકથી આવીને આવેલ હતા. તેઓ છએ સાથે મોટા થયા અને જીએ જણ મિત્રો તરીકે રમતા રમતા મોટા થયા. તેમાં સુવિધિ વૈદ્યનો પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવીર્યના વિપાકથી પોતાના પિતા પાસેથી મેળવેલી વિદ્યાના પ્રતાપે અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયો. હસ્તીમાં ઐરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળો તે સર્વ વૈદ્યોમાં અગ્રણી થયો. તે છએ મિત્રો જાણે સહોદર હોય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એકબીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈઘપુત્ર જીવાનંદને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક ગુણાકર નામે સાધુ વહોરવાને આવ્યા. તેઓ મહાતપસ્યા કરતા હોવાથી શરીરે કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભોજન કરવાથી તેઓને કૃમિકુષ્ઠ વ્યાધિ થયો હતો. સર્વાગે કૃમિકૃષ્ઠથી વ્યાપ્ત હતા; તો પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહોતા. મુક્તિના સાધકોને કાયા ઉપર મમત્વ હોતું નથી.
તે સાધુ છઠ્ઠને પારણે ઘેર ઘેર ફરતા તેઓએ આવતા જોયા. તે વખત જગતમાં અદ્રિતીય વૈદ્ય જેવા જીવાનંદને મહીધર કુમારે કાંઈક વ્યંગપૂર્વક કહ્યું, 'તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છો; પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જોતી નથી, તેમ પીડિત જનોની સામે તમે પણ જોતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અર્થલબ્ધ થવું ન જોઈએ; કોઈ વખતે ધર્મને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે. તમને ધિક્કાર છે કે આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરો છો?' એવું સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું : 'તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું. એ મહામુનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અંતરાય રૂપ છે, તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગોશીર્ષ ચંદન અને રત્નકંબળ નથી તે