________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૩
ધન્ય બોલ્યો : 'ઓહો ! મારે વ્રત તો લેવું જ છે પણ તમે વિખરૂપ હતી, તે આજે 'પુણ્ય યોગે અનુકૂળ થઈ, તો હવે હું સત્વર વ્રત લઈશ. તેઓ બોલી કે, પ્રાણેશ! પ્રસન્ન થાઓ, અમે તો મશ્કરીમાં કહેતાં હતાં. સ્ત્રીઓનાં આવાં વચનના ઉત્તરમાં, આ સ્ત્રી અને દ્રવ્ય વગેરે સર્વ અનિત્ય છે. એટલે નિરંતર ત્યાગ કરવાને યોગ્ય છે, માટે હું તો અવશ્ય દીક્ષા લઈશ. આ પ્રમાણે બોલતાં ધન્ય તરત જ ઊભો થયો; એટલે અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું. એમ સર્વ સ્ત્રીઓ બોલી પોતાના આત્માને ધન્ય માનનારા મહા મનસ્વી ધન્ય તેમાં સંમતિ આપી.
પ્રભુ મહાવીર તે વખતે વૈભારગિરિ ઉપર સમવસર્યા. આથી ધન્ય દિનજનોને પુષ્કળ દાન આપી સ્ત્રીઓ સહિત મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેવા નીકળ્યા. રસ્તામાં શાળિભદ્રનું મકાન આવતું હોવાથી તેને બૂમ મારી નીચે બોલાવ્યો અને કહ્યું : "અરે મિત્ર! વ્રત લેવું એમાં વળી ધરિ ધીરે શું ? છોડવું તો એક સાથે ! ચાલ, હું બધી સ્ત્રીઓને છોડી દીક્ષા માટે જાઉં છું. દીક્ષા લેવી જ હોય તો ચાલ મારી સાથે, શાળિભદ્ર તો તૈયાર જ હતો. સીધા ત્યાંથી ભગવાન મહાવીર પાસે બધા આવ્યા અને દીક્ષા ગ્રહણ કરી.
ઉગ્ર તપસ્યા બંને જણા કરવા લાગ્યા. માસ, બે માસ, ત્રણ માસ અને ચાર માસના ઉપવાસ કરતાં કરતાં માંસ અને રુધિર વગરના શરીરવાળા પ્રભુ મહાવીર સાથે વિહાર કરતાં કરતાં એક દિવસ પોતાની જન્મભૂમિ રાજગૃહી પધાર્યા. પોતાના મા ખમણના પારણાના દિવસે બંને મહાત્મા પારણા માટે ભિક્ષા લેવા જવાની આજ્ઞા લેવા પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ શાળિભદ્રને કહ્યું કે, “આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થશે એટલે હું ઇચ્છું છું. એમ કહી શાળિભદ્ર અને ધન્ય મુનિ બંને નગરમાં ગયા. બંને મુનિ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવીને ઊભા રહ્યા, પણ તપસ્યાથી થયેલી અત્યંત કૃશતાને લીધે તેઓ કોઈના ઓળખવામાં આવ્યા નહીં. ભદ્રા માતા આ વખતે પ્રભુ સાથે શાળિભદ્ર અને ધન્ય પણ પધારેલ છે તે જાણી તેમને વાંદવા જવા તૈયારી કરતી હતી તેથી તેનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. અહીં બંને મુનિ થોડો વખત ઊભા રહીને તરત જ પાછા ફર્યા. તેઓ નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તેવામાં શાળિભદ્રની પૂર્વભવની માતા નગરમાં દહીં-ઘી વેચવાને આવતી સામે મળી. શાળિભદ્રને જોતાં તેના સ્તનમાંથી પય ઝરવા લાગ્યું. પછી બંને મુનિનાં ચરણમાં વંદન કરી તેણીએ ભક્તિપૂર્વક દહીં વહોરાવ્યું. ત્યાંથી બંને મુનિ વીર પ્રભુની પાસે આવ્યા અને ગોચરી આરોગી અંજલિ જોડીને પૂછ્યું કે, હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી આહાર કેમ ન મળ્યો?" સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે, “હે શાળિભદ્ર ! એ દહીં વહોરાવનારી તમારી પૂર્વ