________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૦
| શ્રી કાલિકાચાર્ય અને સાગરાચાર્ય
|| ૬૯.
ઉજ્જયિની નગરીમાં શ્રી કાલિકાચાર્ય નામના આચાર્ય ઉગ્ર વિહારી અને મહાજ્ઞાની હતા. પણ તેમના શિષ્યો સાધુનો આચાર પાળવામાં શિથિલ હતા. તેમને આચાર્ય હંમેશાં શિખામણ આપતા પરંતુ તેઓ કૂતરાની પૂંછડીની જેમ વક્તા છોડતા. નહોતા. તેથી આચાર્યે ખેદ પામીને વિચાર્યું કે, આ શિષ્યોને સુધારવામાં મારો સ્વાધ્યાય સીદાય છે . બરાબર થઈ શકતો નથી. તેઓ મારી શિખામણને યોગ્ય દાદ આપતા નથી માટે તેનો કોઈ બીજો ઉપાય કરવો જોઈએ.”
એક વખતે સીમંધર સ્વામીને ઇ પૂછ્યું કે, “હે સ્વામી ! હાલમાં ભરતક્ષેત્રમાં એવો કોઈ વિદ્વાન છે કે, જેને પૂછવાથી આપે વર્ણન કર્યું તેવું નિગોદનું સ્વરૂપ યથાર્થ વર્ણવે?" ત્યારે પ્રભુએ કહ્યું કે, હે ઇદ્ર ! હાલમાં ભરત ક્ષેત્રમાં આર્ય કાલિકાચાર્ય છે, કે જે શ્રુત પાઠના બળથી, મેં કહ્યું તેવી જ રીતે નિગોદનું સ્વરૂપ કહી શકે તેવા છે." તે સાંભળીને , તેની પરીક્ષા કરવા માટે જરાથી જીર્ણ થયેલું શરીર કરીને ધીમે ધીમે લાકડીને ટેકે ચાલતા કાલિકાચાર્ય પાસે આવ્યા, અને લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લેતાં તેણે ગુરુને વંદન કરીને પૂછ્યું કે, : “હે સ્વામી ! હું વૃદ્ધ છું. અને વૃદ્ધાવસ્થાથી પીડાઉ છું. હજુ મારું કેટલું આયુષ્ય બાકી છે તે આપ મારી હસ્તરેખા જોઈને શાસ્ત્રને આધારે કહો. મારા પર કૃપા કરો. મારા પુત્રોએ તથા સ્ત્રીએ મને કાઢી મૂક્યો છે. તેથી હું એકલો મહાકષ્ટથી દિવસો પસાર કરું છું. આપ દયાવાન છો, તેથી મારા પર કૃપા કરો. શ્રી કાલિકાચાર્ય જ્ઞાન બળે જાણી ગયા કે આ સૌધર્મ દેવલોકના ઈંદ્ર છે, તેથી મૌન રહ્યા ત્યારે ફરીથી તે વૃદ્ધ બોલ્યો કે, "હું જરાથી પીડિત છું તેથી વધારે વખત અહીં રહેવાને અશક્ત છું, માટે જલદી મને ઉત્તર આપો કે, હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ? શું પાંચ વર્ષ બાકી છે ? કે તેથી ઓછું બાકી છે." આચાર્યશ્રીએ કહ્યું, તેથી ઘણું અધિક છે." વૃદ્ધે કહ્યું, "શું દશ વર્ષનું છે?' ગુરુએ કહ્યું, તેથી પણ અધિક છે." વૃદ્ધ ફરી પાછું પૂછ્યું, "શું વીસ કે ત્રીસ વર્ષનું આયુષ્ય બાકી છે? હે ગુરુ સત્ય કહો.” ગુરુએ કહ્યું, “વારંવાર શું પૂછો છો ? તમારું આયુષ્ય અંકની ગણતરીમાં આવે તેવું નથી. કારણ કે તે અપરિમિત (અસંખ્યાત) છે. મુનિ સુવ્રત સ્વામીના વખતમાં તમે ઈંદ્ર થયા છો, વર્તમાન ચોવીશીના છેલ્લા ચાર તીર્થકોના