________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૮
હસરાજા
s
રાજપુરીમાં હંસ નામે એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા નગર બહાર ગયો, ત્યાં વનમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. રાજા તેની પાસે બેઠો એટલે મુનિએ દેશના આપી.
સત્ય યશનું મૂળ છે, સત્ય વિશ્વાસનું કારણ છે, સત્ય સ્વર્ગનું દ્વાર છે અને સત્ય સિદ્ધિનું સોપાન (પગથિયું) છે.વળી, જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરે દુર્ગધીમુખવાળા, અનિષ્ટવચનને બોલનાર, કઠોરભાષી, બોબડા અને મૂગા થાય છે. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે." આવી ધર્મદેશના સાંભળી હંસરાજાએ સત્યવ્રત ગ્રહણ કર્યું.
એક વખતે હંસરાજા અલ્પ પરિવાર લઈ રત્નશિખરગિરિ ઉપર ચૈત્રી મહોત્સવના પ્રસંગે શ્રી આદીશ્વર પ્રભુને નમવા નીકળ્યો. અર્ધ માર્ગે આવતા કોઈ સેવકે ત્વરાથી આવીને કહ્યું કે, હે દેવ! તમે યાત્રા કરવા નીકળ્યા કે તરત સીમાડાના રાજાએ આવી બળાત્કારે તમારા નગરને કબજે કર્યું છે. તેથી આપને જેમ યોગ્ય લાગે તેમ કરો." સાથે રહેલા સુભટોએ પણ રાજાને પાછા ફરવા કહ્યું પણ રાજાએ કહ્યું કે, પ્રાણીને પૂર્વ કર્મના વશથી સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિ થયાં જ કરે છે, તેથી જેઓ સંપત્તિમાં હર્ષ અને વિપત્તિમાં ખેદ પામે છે તેઓ ખરેખરા મૂઢ છે. આ અવસરે સદ્ભાગ્યથી પ્રાપ્ત થયેલ જિન યાત્રા મહોત્સવને તજી દઈને ભાગ્યથી લભ્ય એવા રાજ્યને માટે દોડવું તે યોગ્ય નથી. વળી કહ્યું છે કે, જેની પાસે સમકિતરૂપ અમૂલ્ય ધન છે, તેને ધનહીન છતાં ધનવાન સમજવો, કેમ કે ધન તો એક ભવમાં જ સુખ આપે છે પણ સમકિત તો ભવોભવમાં અનંત સુખદાયક છે." આ પ્રમાણે કહી રાજા પાછો ન ફરતાં આગળ ચાલ્યો. પરંતુ શત્રુ આવ્યાના સમાચાર સાંભળી એક છત્રધારક સિવાય બીજો સર્વ પરિવાર પોતાના ઘરની સંભાળ લેવા પાછો વળી ગયો. રાજા પોતાના અલંકારોને ગોપવીને છત્રધારકનાં વસ્ત્રો પહેરી આગળ ચાલ્યો. ત્યાં કોઈ રાજાના દેખતાં કોઈ એક મૃગ બાજુની લતાકુંજમાં પેસી ગયો. તેની પછવાડે તરત જ ધનુષ્ય ઉપર બાણ ચડાવેલો કોઈ ભીલ આવ્યો. તેણે રાજાને પૂછ્યું, અરે! મૃગ કઈ બાજુ ગયો તે કહે. તે સાંભળી રાજાએ મનમાં ચિંતવ્યું કે, “જે પ્રાણીઓને અહિત હોય તે સત્ય હોય તો પણ કહેવું નહીં અને તેવો પ્રસંગ આવે તો સુબુદ્ધિ પુરુષોએ તે પૂછનારને બુદ્ધિના પ્રપંચથી જવાબ દેવો. આ પ્રમાણે ચિંતવી રાજા બોલ્યો કે, અરે ભાઈ ! હું માર્ગ ભ્રષ્ટ થયો છું. ભલે ફરી વાર પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, હું હંસ છું. આ પ્રમાણે રાજાનાં વચન સાંભળી તે ભીલ ધંધથી બોલ્યો કે, અરે વિકલ! આવો વિપરીત ઉત્તર કેમ આપે છે? ત્યારે રાજાએ