________________
૧.
૨.
3.
૪.
૫.
૬.
શાલિભદ્રજી
શાલિભદ્રના પિતા દેવ બન્યા. તેઓ દિવ્ય ખાનપાન, વસ્ત્રો, ઝવેરાતની ૯૯ પેટીઓ નિત્ય મોકલતા હતા.
પરંતુ માતા દ્વારા "શ્રેણિક આપણા માલિક રાજા છે" જાણતાં જ વિરક્ત થયા.
ધન્નાજી સ્નાન કરતાં, પોતાની પત્ની સુભદ્રાને બોલ્યા, “મારો ભાઈ શાલિભદ્ર દીક્ષાર્થે રોજ પોતાની ૧-૧ પત્નીનો ત્યાગ કરે છે.” તે સાંભળીને સુભદ્રાએ કહ્યું, "એમાં શું ? બોલવું સરળ છે, કરવું કઠિન." ત્યારે ધન્નાજી દીક્ષા લેવા ચાલી નીકળ્યા.
ધન્નાજી શાલિભદ્રને કહે છે, “વૈરાગ્ય છે તો એક પત્નીને શા માટે છોડવી ? ચાલ, હમણાં જ આપણે બંને દીક્ષા લઈ લઈએ." શાલિભદ્ર, ધન્નાજી બંને પ્રભુ મહાવીર દેવની પાસે મુનિ થયા. ઉગ્ર તપસ્યા કરી.
શાલિભદ્ર ભૂતપૂર્વ માતાને ત્યાં ભિક્ષા લેવા ગયા છે. પરંતુ તપથી કૃશ બનેલા મુનિને ન ઓળખવાને કારણે ભિક્ષા ના મળી. ત્યારે પૂર્વભવની માતાએ પાછા ફરતાં એમને માર્ગમાં દહીંનું દાન કર્યું.
વૈભારગિરિ પર અંતિમ અનશન કરીને અનુત્તરવાસી દેવ બન્યા. શોકાતુર માતાને શ્રેણિક આશ્વાસન તથા ધન્યવાદ આપે છે.
ધન્ય શાલિભદ્ર મહાત્મા