________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૫૯
| ધના/શાલિભદ્ર
ધન્યા નામની સ્ત્રી રાજગૃહ નગરની નજીક શાળિ નામે ગામમાં આવીને રહી હતી. તેનો બધો વંશ ઉચ્છેદ થઈ ગયો હતો. માત્ર સંગમક નામનો એક પુત્ર બાકી રહ્યો હતો. તેને તે સાથે લાવી હતી. કેમ કે ગમે તેવાં દુઃખમાં પણ પોતાના ઉદરથી થયેલું સંતાન છોડી દેવું અશક્ય છે. તે સંગમક નગરજનોનાં વાછરડાં ચારતો હતો. ગરીબ હોવાથી આવી મૂદુ આજીવિકા પણ જરૂરી હતી. એક વખત કોઈ પર્વોત્સવનો દિવસ હતો. તે સમયે ઘેર ઘેર ખીરના ભોજન થતાં સંગમકના જોવામાં આવ્યાં. તેથી તે મુગ્ધ બાળકે ઘેર જઈ પોતાની માતા પાસે ખીરની માગણી કરી. તે બોલી, પુત્ર, હું દરીદ્ર છું. મારી પાસે ખીરનું સાધન ક્યાંથી હોય?' જ્યારે અજ્ઞાન વશ બાળકે વારંવાર તેવી માગણી કરી ત્યારે ધન્યા પોતાના પૂર્વ વૈભવને સંભારતી રુદન કરવા લાગી. તેનું રુદન સાંભળી તેની પડોશણોએ તેની પાસે આવી તેના દુઃખનું કારણ પૂછ્યું. એટલે ધન્યાએ ગગદ કંઠે તેમને પોતાના દુ:ખનું કારણ કહ્યું. પછી તે બધીએ મળીને તેને દૂધ, સાકર વગેરે લાવી આપ્યું. એટલે તેણીએ ખીર રાંધી અને એક થાળમાં કાઢી પોતાના પુત્રને આપીને પોતે કોઈ ગૃહકાર્ય અંગે બહાર ગઈ. એ સમયે કોઈ માસક્ષમણના તપસ્વી મુનિ પારણાને માટે અને સંગમકને ભવસાગરથીતારવાને માટે ત્યાં આવી ચડ્યા. તેમને જોતાં જ સંગમક વિચાર કરવા લાગ્યો કે, 'આ સચેતન ચિંતામણિ રત્ન, જંગમ કલ્પવૃક્ષ અને કામધેનુ રૂપ મુનિ મહારાજ મારા ભાગ્યથી આ વખતે આવી ચડ્યા તે બહુ જ સારું થયું, નહીં તો મારા જેવા ગરીબને આવા ઉત્તમ પાત્રનો યોગ ક્યાંથી થાય? મારા કોઈ ભાગ્યના યોગે આજે ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણીનો સંગમ થયો છે. આ પ્રમાણે વિચાર કરી તેણે થાળમાં રહેલી બધી ખીર મુનિને વહોરાવી દીધી. દયાળુ મુનિએ તેના અનુગ્રહને માટે ગ્રહણ પણ કરી. મુનિ ઘરની બહાર નીકળ્યા.
ધન્યા બહારથી ત્યાં આવી, અને થાળમાં ખીર ન દેખવાથી પોતે આપેલી ખીર પુત્ર ખાઈ ગયો હશે એવું ધારી તેણે ફરીથી બીજી ખીર આપી, તે ખીર સંગમકે અતૃમપણે કંઠ સુધી ખાધી, જેથી તેના અજીર્ણ વડે તે જ રાત્રે પેલા મુનિને સંભારતો સંગમક મરણ પામ્યો. | મુનિદાનના પ્રભાવથી સંગમકનો જીવ રાજગૃહી નગરીમાં ગોભદ્રશેઠનીભદ્રા નામની સ્ત્રીના ઉદરે આવ્યો. ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાળિક્ષેત્ર જોયું. તેણીએ તે વાર્તા પતિને કહી એટલે પતિએ પુત્ર થશે એમ કહ્યું. પછી હું દાન ધર્મ વગેરે સુકૃત્યો કરું એવો ભદ્રાને