________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૫૫
પણ ક્રેધાવસ્થામાં ભયંકર પાપ થઈ ગયું છે અને નિર્દોષ માણસની હત્યા કરાવી છે તે જાણી અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને સાધુની સમતાની વાત સેવકો પાસે સાંભળી. મનોમન તેમની સમતાની અનુમોદના કરતાં કરતાં આ સંસાર અસ્થિર છે, અસાર છે - એમ વિચારી રાજા-રાણી બંનેએ સંયમ અંગીકાર કરી કરેલાં પાપોની આલોયણા કરી, દુષ્કર તપો કરી કાયાને ગાળી નાખી શિવસુખને પામ્યા.
જ્યાં લગી આતમા
જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
માનુષા દેહ તારો એમ એળે ગયો. માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં
શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે ?
શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યું, શું થયું વાળ લોચન કીધે ? જ્યાં૦
શું થયું તપ ને તીરથ કીધા થકી ? શું થયું માળ ચહી નામ લીધે
શું થયું તિલક ને તુલસી ધાર્યો થકી, શું થયું ગંગાજળ પાન કીધે ? જ્યાં
શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાણે ?
શું થયું ખટ.દરશન સેથા થકી, શું થયું વરણના ભેદ આણ્યે ? જ્યાંo એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો,
ભણે નરસયો કે તત્ત્વદર્શન વિના ચિંતામણિ જન્મ ખોયો. જ્યાં