________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૩
મુનિ પાસે લઈ જઈ રાજાએ નરકનું સ્વરૂપ પૂછ્યું. તેણે કહ્યું કે, નરક સાત છે, તેમાં પહેલી નરકે એક સાગરોપમનું, બીજીએ ત્રણ સાગરોપમનું એમ છેવટે સાતમી નરકે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. કેટલીક નરકોમાં ક્ષેત્ર વેદના છે અને કેટલીકમાં પરમાધામીની વેદનાઓ છે. રાણીએ જેવું રાત્રીએ સ્વપ્નમાં જોયું હતું તેવું જ જૈનાચાર્યના મુખથી નરકનું સ્વરૂપ સાંભળી તે બોલી કે, તેમને પણ આવું જ સ્વપ્ન આવેલું કે શું?' જૈનાચાર્યે કહ્યું કે, ભદ્રે ! અમને સ્વપ્ન આવ્યું નથી, પણ અમે જૈન આગમોથી બધું જાણીએ છીએ. રાણીએ પૂછ્યું કે, મહારાજ ! શાં શાં કાર્ય કરવાથી પ્રાણી નરકે પડે છે? ગુરુએ જવાબ દીધો કે, એક તો મહા આરંભ કરવાથી, બીજું મહાપરિગ્રહ ઉપર મૂર્ણ રાખવાથી, ત્રીજું માંસનું કે માંસના જેવું ભોજન કરવાથી અને ચોથું પંચેન્દ્રિ જીવનો વધ કરવાથી પ્રાણી નરકે ઉત્પન્ન થાય છે.
વળી બીજી રાત્રીએ દેવતાએ તેને દેવલોકનાં સુખ સ્વપ્નમાં બતાવ્યાં. રાજાએ તે સાંભળીને સર્વ દર્શનોના મુનિને પૂછતાં બરાબર ઉત્તર નહીં મળવાથી, જૈનાચાર્યને પૂછ્યું, તો રાણીએ જેવું સ્વપ્ન વિષે જોયું હતું, તેવું જ ધ્યાન મળવાથી તેણી ઘણી જ ખુશી થઈ પૂછવા લાગી કે, સ્વર્ગનું સુખ કેમ મળે? ગુરુએ જણાવ્યું કે, શ્રાવક અથવા સાધુનો ધર્મ પાળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. રાણી આ સાંભળી તેમના પર ઘણી જ પ્રસન્ન થઈ. પોતાના પતિને કહેવા લાગી કે, સ્વામિન ! આપ આજ્ઞા આપો તો હું દીક્ષા લઉં. રાજાનો રાણી ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તે તેણીના વિયોગે ઘડીવાર રહી શકતો નહોતો, પણ તેણીએ જ્યારે ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે, જો તું દરરોજ મારા ઘરે ભોજન લેવા આવે તો હું તને દીક્ષા લેવાની રજા આપું. તેણીએ એ વાત કબૂલ કરવાથી રાજાએ અરણિકા પુત્રાચાર્ય પાસે મોટા મહોત્સવ પૂર્વક તેણીને દીક્ષા અપાવી. દીક્ષા લીધા પછી દરરોજ રાજાને એક વખત દર્શન આપવા જતી હતી. એમ કેટલોક કાળ વીત્યા બાદ એક વખત ત્યાં જ્ઞાનના ઉપયોગથી દુકાળ પડવાનું જાણી આચાર્યે પોતાના ચેલાઓને ત્યાંથી બીજે દેશ વિહાર કરી જવાનું કહેવાથી તેઓએ વિહાર કર્યો. આચાર્ય મહારાજ એકલા ત્યાં રહ્યા. પુષ્પચૂલા આચાર્ય મહારાજને આહાર પાણી વગેરે લાવી આપતી. શુશ્રુષા અને વૈયાવચ્ચ કરવામાં અગ્લાનપણે તત્પર રહેતી હતી. એ પ્રમાણે વૈયાવચ્ચ કરવામાં રહેતાં કેટલોક કાળ પછી શપક શ્રેણી પર ચડીને તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે પણ ગુરુની વૈયાવચ્ચ કરવામાં હંમેશાં તત્પર રહેતી અને તેમની જે વસ્તુ પર રુચિ હોય તે લાવી આપતી. એકદા સમયે ગુરુએ તેણીને પૂછ્યું કે, ભદ્રે ! આજ કેટલો એક વખત થયાં મારા મનગમતાં જ આહાર-પાણી લાવે છે તે શું? આની તને શી રીતે