________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૪ર
.
| સતી સુલતા
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ત્યાં નાગ નામનો સારથિ હતો. તેને શ્રેષ્ઠ શીલ ગુણે શોભતી સુલસા નામે સ્ત્રી હતી. બીજા શ્રેષ્ઠીના પુત્રોને આંગણામાં મસ્ત રીતે રમતાં જોઈ તે ચિંતવવા લાગ્યો કે, "અહો ! જ્યાં નાનાં નાનાં બાળકો ન હોય તે ઘરોને ઘર ન કહેવાય. હં... મારે સારો વૈભવ છતાં સંતતિ નથી તે સારું નહીં એ વિચારે તે ચિંતા કરવા લાગ્યો.
પોતાના પતિને શોક સહિત દેખી તુલસા બોલી કે, સ્વામી તમે શા માટે ખેદ કરો છો ? ધર્મને વિશેષપણે સેવોને. ધર્મના પ્રભાવથી તમારી બધી વાંછા પૂર્ણ થશે. અને આજથી હું પણ વિશેષપણે ધર્મનું આરાધન કરીશ.
નાગથિકે એકદા શ્રી ગુરુની સન્મુખ એવો નિયમ કરેલ કે, મારે હવે કદાપિ બીજી સ્ત્રી કરવી નહીં"
બંને જણ ધર્મ આરાધના સારી રીતે કરતાં હતાં. પણ પુત્ર ન હોવાની ચિંતા નાગરથિકને સતાવ્યા કરતી હતી. પતિની આ સ્થિતિ જોઈ તુલસાએ એકદા પૂછ્યું,
અહો પ્રાણેશ?કેમ, શેની ચિંતા કરી છે આમ ખોવાયા જેવા કેમ રહો છો ? આપના ચિત્તને વિષે જે ચિંતા હોય તે કહો.” પ્રિયાનાં આવાં વચન શ્રવણ કરી નાગરથિક હસીને બોલ્યો, “હે પ્રિયે ! મારે તારાથી છાનું કંઈ નથી કે તને ન કહેવાય, તને અદ્યાપિ પુત્ર થયો નહીં એનું મને બહુ દુઃખ લાગે છે."
પતિનાં આવાં વચન સાંભળીને સુલસા બોલી, હે સ્વામીનાથ! મારા ઉદરથી બાળકની ઉત્પત્તિ થશે નહીં એમ લાગે છે. માટે આપ બીજી સ્ત્રી કરો, તેને પુત્ર અવતરશે. એટલે આપ પુત્રવાન થશો." ત્યારે પતિએ કહ્યું, “હે પ્રાણેશ્વરી જો કોઈ મને રાજ્ય સહિત પોતાની પુત્રી આપે તો પણ હું બીજી સ્ત્રીને ઇચ્છતો નથી; ક્ષીરને મૂકીને ઘેંસના અન્નની કોણ વાંછા કરે ? જો આ ભવમાં તારા થકી પુત્રની પ્રાપ્તિ થશે તો ભલે, નહિતર પુત્ર વિના રહીશું."
સ્વામીએ આમ કહ્યું એટલે સુલસા ચિંતવવા લાગી.