________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૮
પહેલે પહોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેની સાથે સ્નાન-પાન વગેરેમાં જ પહેલો પ્રહર નિર્ગમન ર્યો. તેવામાં કરેલા સંકેત પ્રમાણે સેનાપતિનું આગમન થયું. એ જાણતાં બ્રાહ્મણ ભયથી કંપવા લાગ્યો, એટલે તેને એક મોટી પેટીના ખાનામાં નાખ્યો. એવી જ રીતે સેનાપતિ, મંત્રી અને રાજાને પણ પેટીના ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેયને પૂરી પ્રાત:કાલે રુદન કરવા લાગી. એટલે આજુબાજુ રહેતા પાડોસી વગેરેએ આવીને પૂછ્યું કે, ભદ્ર ! કેમ રુદન કરે છે? તે બોલી કે, મારા સ્વામીની દુ:ખવાર્તા સાંભળીને રુદન કરું છું તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેના ખબર આપવા માટે રાજા, મંત્રી અને સેનાપતિની પાસે ગયા. પણ તેઓ તો તેમના સ્થાને હતા નહીં એટલે તેઓએ રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે, હે કુમાર ! સમુદ્રદત્ત શ્રેષ્ઠી પરદેશમાં અપુત્ર મરણ પામેલ છે, માટે તેની સમૃદ્ધિ આપ ગ્રહણ કરો. કુમાર તેને ઘરે ગયો, ઘરમાં બીજું તો કંઈ જોયું નહીં. એક મોટી પેટી તેના જોવામાં આવી, એટલે તે રાજભવનમાં લઈ જઈ ઉઘડાવી તો તેમાંથી વિપ્ર, સેનાપતિ, મંત્રી અને રાજાજી એમ ચારે જણ લજજા પામતા બહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ અને મંત્રી ત્રણેને દેશપાર કર્યા અને શીલવતીને સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રસંશા કરી.
આ પ્રમાણે ગુરુ પાસે ધર્મ સાંભળી, કુમારે સ્વદારા સંતોષ વ્રત ગ્રહણ કર્યું અને દેવચંદ્ર દીક્ષા ગ્રહણ કરી, શુદ્ધ આહારને ગ્રહણ કરતાં તે મહા તપસ્વી થયા.
એક વખત દેવચંદ્ર મુનિ વિહાર કરતાં કરતાં શ્રીપુરની નજીકના એક દેવાલયમાં આવીને રહ્યા. તે જાણી કુમારચંદ્ર રાજા તેમને વાંદવા ગયો અને વાંદીને પાછો આવ્યો. તે ખબર જાણી રાણીએ એવો અભિગ્રહ કર્યો કે, “કાલે સવારે દેવચંદ્ર યતિને વાંધા પછી ભોજન કરીશ." પ્રભાતે મુનિને વંદન કરવા નીકળી, ત્યાં વચમાં નદીએ પૂર આવેલું હતું અને ઉપર વરસાદ વરસતો હતો તેથી રાણી ચિંતા કરતી નદીને કાંઠે જ ઊભા રહી એટલે રાજાએ તેને બોલાવીને કહ્યું કે, હે પ્રિયા ! તમે નદીને એમ કહો કે હે નદી દેવી! જે દિવસે મારા દિયરે દીક્ષા લીધી છે તે દિવસથી માંડી જો મારા પતિ ખરેખરી રીતે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહ્યા હોય તો મને માર્ગ આપો' તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે, મારે પતિ આમ કહે છે, પણ તેના બ્રહ્મચર્યની વાત હું શું નથી જાણતી ? તો પણ ઠીક છે. જે હશે તે જણાશે, માટે હમણાં તો પતિનું વાક્ય સ્વીકારું, કેમ કે જો પતિના વાક્યમાં શંકા લાવું તો મારું પતિવ્રત ખંડન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, જો સતી સ્ત્રી પતિને વાક્યમાં. સેવક રાજાના વાક્યમાં અને પુત્ર પિતાના વાક્યમાં શંકા લાવે તો તેઓ પોતાના વતને ખંડિત કરે છે. આવું ચિંતવી તે નદીની પાસે ગઈ અને વિનયથી પોતાના પતિ