________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૯
વાક્ય કહ્યું કે, હે નદી દેવી ! જે દિવસે મારા દિયરે વ્રત લીધું છે તે દિવસથી માંડીને જો મારા પતિ ખરેખરી રીતે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહ્યા હોય તો મને માર્ગ આપો.” એટલે નદીએ તત્કાળ માર્ગ આપ્યો. તે માર્ગે નદી ઊતરી સામે કાંઠે દેવાલયમાં જઈ પોતાના દિયર મુનિ પાસેથી, ધર્મ સાંભળ્યો. મુનિએ પૂછ્યું. તમને નદીએ શી રીતે માર્ગ આખો ? એટલે દેવીએ જે બન્યું હતું તે યથાર્થ કહી સંભળાવ્યું. એટલે મુનિ બોલ્યા કે,
હે ભદ્ર સાંભળ, મારા સહોદર બંધુ પણ મારી સાથે જ વ્રત લેવાને ઇચ્છતા હતા પણ લોકોના અનુગ્રહને માટે તેમણે રાજયનો સ્વીકાર કર્યો છે. તેઓ વ્યવહારથી જોકે રાજ્યના અને ઇંદ્રિયોના ભોગના અનુભવ કરે છે, તથાપિ તે નિશ્ચયથી બ્રહ્મચારી જ છે. કાદવમાં કમળની જેમ ગૃહવાસમાં રહેતા એવા પણ તે રાજાનું મન નિર્લેપ હોવાથી તેને વિષે બ્રહ્મચારીપણું ઘટે છે. પછી તે રાણીએ અભિગ્રહ પૂરો થવાથી વનના એક ભાગમાં જઈ સાથે લાવેલા શુદ્ધ આહાર વડે પોતાના દિયર મહારાજને પ્રિતલાભિત કર્યા ને પોતે પણ ભોજન કર્યું. પછી જ્યારે તેની જવાની ઇચ્છા થઈ, એટલે ચાલતી વખતે રાણીએ મુનિને પૂછ્યું કે, મારે નદી શી રીતે ઊતરવી? મુનિએ કહ્યું કે “તમે નદીને આ પ્રમાણે પ્રાર્થના કરો કે, હે નદી દેવી! જો આ મુનિ વ્રત ગ્રહણ કર્યું ત્યારથી સદા ઉપવાસી રહીને વિચરતા હોય તો મને માર્ગ આપો.” આથી વિસ્મય પામી રાણી નદીને રિ ગઈ અને મુનિનું વાક્ય સંભળાવતાં જ નદીએ માર્ગ દીધો. તે માર્ગે ઊતરીને પોતાને ઘેર આવી. વિસ્મય પામેલી રાણીએ રાજાને એ વૃત્તાંત જણાવી કહ્યું કે, હે સ્વામિન ! આજે જ મેં તમારા બંધુ મુનિને પારણું કરાવ્યું હતું, તે છતાં તેઓ ઉપવાસી કેમ કહેવાય ! રાજા બોલ્યા : હે દેવી સાંભળો, તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુ નિરવઘ આહાર કરતા હોવાથી નિત્ય ઉપવાસી છે, માત્ર ઉત્તર ગુણની વૃદ્ધિ કરવાને માટે તેઓ શુદ્ધ આહાર લે છે, તથાપિ તે ઉપવાસી જ છે. આવા પોતાના પતિનું તથા દિયરનું મન વચન કાયા વડે શીલાદિ ધર્મ સ્વીકાર્યો. ઉપર પ્રમાણે શીલ વ્રતના મહાત્મથી જેમ નદીએ રાજાની પ્રિયાને માર્ગ આપ્યો, તેમ જે પ્રાણી તે વ્રતને મનમાં ધારણ કરે છે તેને કર્મ રૂપ સમુદ્ર પણ અક્ષર એવા શિવ માર્ગને આપે છે.
દર્શન દેવ-દેવસ્ય, દર્શન પાપ-નાશન, દર્શન સ્વર્ગ-સોપાન, દર્શનં મોલ-સાધન,