________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૦
સિહ શ્રેષ્ઠી
વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ નામે રાજા હતો. તેને ભીમ નામે એક પુત્ર હતો. અને તેને સિંહ નામનો એક પક્કો જૈન મિત્ર હતો. તે પોતાના કુમારથી પણ રાજાને વિશેષ પ્રિય હતો. એક વખત કોઈ એક પુરુષે રાજાને આવીને કહ્યું કે, હે દેવ ! નાગપુરના રાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક રૂપવતી કન્યા છે. તેના એક રોમનાં દર્શન કરવાથી પણ બે બ્રહ્મનો અનુભવ થાય છે અને તેનું દર્શન થવાથી બે કામદેવથી પૂર્ણ થવાય છે. તે કન્યાની તુલ્ય કોઈ બીજી કન્યા નથી. એ કન્યા તમારા કુમારને યોગ્ય છે, એવું ચિંતવી તેમણે મને વિશ્વાસુ જાણી, તમારી પાસે પ્રાર્થના કરવા મોકલ્યો છે, માટે તેને વરવા સારુ તમારા કુમારને મારી સાથે મોકલો. દૂતનાં આવાં વચન સાંભળી રાજાએ પોતાના પ્રિય મિત્ર સિંહને કહ્યું, 'મિત્ર ! આપણા બંનેમાં કાંઈ પણ અંતર નથી, માટે કુમારને લઈને તમે નાગપુર જાઓ અને તેનો વિવાહ કરી આવો. સિંહ શ્રેષ્ઠીએ અનર્થ દંડના ભયથી રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં; એટલે રાજા જરા ઘેધ લાવી બોલ્યા કે, શું તમને આ સંબંધ રુચતો નથી ?' શ્રેષ્ઠી બોલ્યા, રાજેન્દ્ર ! મને રુચે છે. પણ મેં સો યોજન ઉપરાંત નહીં જવા-આવવાનો નિયમ લીધો છે, અને અહીંથી નાગપુર સવાસો યોજન દૂર થાય છે; તેથી વ્રત ભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં." આ પ્રમાણે સાંભળતાં જ ઘી હોમાવાથી અગ્નિની જેમ રાજાના કોપાગ્નિની જવાળા વિશેષ પ્રજવલિત થઈ; અને તે બોલ્યો કે, અરે ! શું તું મારી આજ્ઞા નહીં માને ? તને ઊંટ ઉપર બેસાડી, સહસ્ર યોજન સુધી મોકલી દઈશ. સિંહ બોલ્યો : 'સ્વામી ! હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ. તે સાંભળી તરત રાજા હર્ષ પામ્યો. પછી પોતાના પુત્રને સૈન્ય સાથે તૈયાર કરી અને સિંહ શ્રેષ્ઠીને સર્વ ક્રિયામાં આગેવાન ઠરાવી કુમાર સાથે રવાના કર્યો. માર્ગમાં સિહે પ્રતિબોધ આપીને ભીમકુમારની સંસારવાસના તોડી નાખી સો યોજન ચાલ્યા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ચાલ્યો નહીં એટલે સૈનિકોએ એકાંતે કુમારને જણાવ્યું કે, કુમાર ! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહ શ્રેષ્ઠી સો યોજનથી આગળ ન ચાલે તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.' આ વિચાર કુમારે પોતાના ધર્મગુરુ સિંહ શ્રેષ્ઠીને નિવેદન કર્યો. સિંહે રાજકુમારને કહ્યું, 'કુમાર ! આ અસાર સંસારમાં પ્રાણીને શરીર