________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૭.
શીલવતી.
“જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીથી વિમુખ રહે છે તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપણાથી યતિ સમાન કહેવાય છે. આ વિશે નીચે પ્રમાણે પ્રબંધ છે.
શ્રીપુર નગરમાં કુમાર અને દેવચંદ્ર નામે બે રાજકુમાર બંધ હતા. એક વખત તેઓ ધર્મગુરુની દેશના સાંભળવા ઉઘાનમાં ગયા ત્યાં ગુરુએ દેશનામાં કહ્યું કે, “કોઈ મનુષ્ય કોટી સોનૈયાનું દાન દે અથવા શ્રી વીતરાગનો કંચનમય પ્રાસાદ રચાવે તેને એટલું પુન્ય ન થાય કે જેટલું બ્રહ્મચર્ય ધારીને થાય છે. કેટલાંક પ્રાણી શીલવતીની જેમ દુઃખમાં પણ પોતાનું શીલવંત છોડતાં નથી તે કથા આ પ્રમાણે છે :
લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણની સાથે પરદેશ ગયો. વિપ્ર તો કેટલાક દિવસ રહી, શ્રેષ્ઠીનો સંદેશપત્ર લઈ પોતાના ઘેર પાછો આવ્યો. આ ખબર મળતાં શીલવતી પોતાના પતિએ મોકલેલો સંદેશપત્ર લેવાને સોમભૂતિને ઘેર ગઈ. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈને કામાતુર થયો. તેથી બોલ્યો કે, હે કૃશોદરી ! પ્રથમ મારી સાથે બ્રડા કર, તે પછી તારા પતિનો સંદેશપત્ર આપું. તે ચતુર સ્ત્રી વિચારીને બોલી કે, હે ભદ્ર ! રાત્રીના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું આ પ્રમાણે કહીને તે સેનાપતિ પાસે ગઈ અને કહ્યું, “હે દેવ ! સોમભૂતિ મારા પતિનો સંદેશપત્ર લાવ્યો છે, પણ મને આપતો નથી" તે સાંભળી અને તેનું રૂપ જોતાં મોહ પામી તે બોલ્યો કે, હે સુંદરી ! પ્રથમ હું કહું તે કબૂલ કર તો પછી તને પત્ર અપાવું. વ્રતભંગના ભયથી તેને બીજા પહોરે પોતાને ઘેર આવવાનું કહીને તે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતાં તેણે પણ મોહ પામી, એવી જ પાપી માગણી કરી. તેને ત્રીજા પહોરે રાત્રે પોતાને ઘેર આવવાનું કહી તે રાજા પાસે ફરિયાદ કરવા ગઈ. રાજાએ પણ તેવી જ વાત કરી એટલે તેને ચોથા પહોરે રાત્રે પોતાને ઘરે બોલાવી પછી તે પોતાના ઘરે આવી. પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે, તમારે રાત્રે ચોથા પહોરે મને બોલાવવી. આ પ્રમાણે સંકેત કરી, તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી.