________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૩ માણસને ધર્મ એ જ કલ્પવૃક્ષ છે, એ જ ચિંતામણિ છે અને એ જ કામધન છે. માટે ધર્મ એ જ ઇચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન છે, એવો વિચાર કરીને સુલસા ધર્મકાર્યને વિષે વિશેષ તત્પર થઈ; જિનપૂજા કરવા લાગી અને ચતુર્વિધ આહાર સત્પાત્રને વિષે આપવા લાગી. વળી બ્રહ્મચર્ય, ભૂમિ ઉપર શયન અને આયંબિલનું તપ કરવા લાગી.
એવામાં ઇદ્ર તેણીનું આવું સત્વ અવધિજ્ઞાન વડે જાણીને, પોતાની સભામાં તેણીની પ્રશંસા કરી કે, “હમણાં મૃત્યુલોકને વિષે સુલસા નામની શ્રાવિકા છે તે એવી છે કે, તેણીને કોઈ ધર્મકાર્યથી ચલાવી શકે તેમ નથી”
આ પ્રશંસા સાંભળીને હરિભેગમેલી દેવ સુલસાની પરીક્ષા કરવાને અર્થે સ્વર્ગથી બે સાધુઓનું રૂપ લઈને નાગરથિકને ઘેર આવ્યા. બે સાધુઓને આવતા જોઈને સુલતા હર્ષ પામી ઊભી થઈ અને સાધુ જાણી વંદન કર્યું, ત્યારે તેઓ બોલ્યા કે, શ્રદ્ધાળુ શ્રાવિકા, એક સાધુ માંદા થઈ ગયા છે, તેઓના શરીરે લગાડવા સહસ્ર પાક નામના તેલની અમને જરૂર છેતેની જોગવાઈ છે? તેણીએ હા જ્હી અને શ્રદ્ધથી જ્યાં તેલની શીશીઓ રાખેલી હતી ત્યાં તે લેવા ગઈ. ત્યાંથી લઈને જેવી આપવા આવે છે તેવામાં દેવતાઈ માયાથી જમીન પર પડી શીશી ભાંગી ગઈ, ત્યારે સુલસા બીજી શીશી લેવા ગઈ, ને પણ આવતાં આવતાં ભાંગી ગઈ. એમ સાત શીશીઓ ભાંગી છતાં પણ તેણીનો તેવો ને તેવો જ ભાવ દેખી દેવતા પ્રગટ થયો અને અભિનંદન કરી બોલ્યો કે, કલ્યાણી, તું ડરીશ નહીં. ઇદ્ર મહારાજે તારા સત્ત્વની પ્રશંસા કરી, તેથી તારી પરીક્ષા કરવા હું સાધુનું રૂપ ધારણ કરી આવ્યો છું. તું ખરેખર સત્તાધારી છું. તારું સત્ત્વ જોઈ હું બહુ જ પ્રસન્ન થયો છું. માટે મારી પાસેથી તું કંઈ વર માંગ. તેણીએ કહ્યું કે, જો એમ છે તો મને પુત્ર થાય તેવું વરદાન આપ.' દેવતાએ ખુશીની સાથે તેણીને બત્રીસ ગોળીઓ આપી કહ્યું કે, આમાંથી એકેકે ગોળી ખાવાથી એકેક પુત્ર થશે. એમ કહી તેલની શશીઓ પાછી આખી કરી આપી દેવતા પોતાને સ્થાનકે ગયો.
હવે પ્રભુપૂજામાં તત્પર એવી તુલસા ભોગવિલાસ કરતાં કરતાં એકદા ઋતુકાળ પ્રાપ્ત થયે છતે ધર્મશીલા સુલસા ધાવા લાગી કે, મારે ઘણા પુત્રોને શું કરવા છે? જો એક જ પુન્યવાન અને સર્વજ્ઞની પૂજા કરનારો પુત્ર પ્રાપ્ત થાય, તો તે એકથીયે સુખ પ્રાપ્ત થશે. બત્રીશ પુત્રો થાય તેના મળ-મૂત્રાદિથી મને ધર્મકાર્યમાં બહુ વિદ્ધ નડે માટે જો એક જ બત્રીસ લક્ષણો પુત્ર થાય તો સારું. એમ વિચારી સુલસા પેલી બત્રીસે ગુટિકા એકી વખતે ખાઈ ગઈ ! તેથી તેણીને બત્રીશ ગર્ભ એકસાથે પેટમાં રહ્યા, તેના ભારથી