________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૫૬
ધનો અણગાર
૨૯.
કાકંદી નગરમાં ઘણા ધનાઢ્યો હતા તેમાં ભદ્રા માતાનો દીકરો ધન્નો સર્વશ્રેષ્ઠ ગણાતો. તેની સંપત્તિ અપાર હતી. તેને રૂપવાન બત્રીશ સ્ત્રીઓ હતી. દેવતા જેવાં સુખો અને ભોગ ભોગવતાં આનંદમાં તેનો કાળ પસાર થતો હતો.
એક વખત ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી પોતાના વિશાળ સાધુ પરિવાર સાથે કાકંદીના એક મનોહર ઉદ્યાનમાં પધાર્યા.
કાકંદીના રાજા જિતશત્રુ પોતાની સેના તથા નગરજનો સાથે પ્રભુનાં દર્શન માટે આવ્યા અને ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ કરી. દેવોએ ત્યાં સૂવર્ણ અને શૈખમય રત્નોથી જડેલું સમવસરણ રચ્યું. પ્રભુ મહાવીરે સમવસરણમાં બેસી દેશના દેવા માંડી. ભદ્રાનો જાયો ધન્નો પણ ત્રિલોકનાથનાં દર્શને આવ્યો. દર્શન - વંદન કરી તે પણ પ્રભુની દેશના સાંભળવા લાગ્યો. દેશના સાંભળતાં સાંભળતાં ભોગીભ્રમર ધન્નાનું હૃદય વૈરાગ્યરસમાં તરબોળ બન્યું અને ક્ષણ પહેલાંનો ભોગમાં મસ્ત ધન્નો ત્યાગના રંગમાં રંગાઈ ગયો. સંસારનાં સુખોની અનિત્યતા અને પરાધીનતા તેને સમજાઈ અને મનોમન સંસારનાં સુખોને ત્યજી, દેવાધિદેવ ભગવાન શ્રી ભગવાન મહાવીર દેવના શરણે દીક્ષા લેવા નિશ્ચય કર્યો.
અમોઘ શક્તિના સ્વામી ભગવાનની એક જ દેશના અનેકોના રાગદ્વેષની આગને સા માટે ઠારી શકે છે. એ જ પ્રભાવે શ્રી ધન્નાજીના આત્માને સન્માર્ગે દોરી જવા એ દેશના સમર્થ બની. ધન્નાજી ભોગી હતા, પણ ભોગના ગુલામ ન હતા. તેઓએ તેમની બત્રીશ સ્ત્રીઓની વિનવણી, પ્રાર્થના સંસારમાં રહેવાની સાંભળી પણ ધન્નાજીના મનોબળ આગળ એ કામમાં ન આવ્યું. પત્નીઓ પણ વીર હતી ત્યાગના માર્ગે જતા ધન્નાજીને ક્ષણિક સંસારનાં સુખોને લાત મારી, પુનિત માર્ગે સિધાવવા હ્રદયના સદ્ભાવથી અનુમતિ આપી.
ભદ્રા માતાએ પોતાના એકના એક પુત્રને સંસારનાં સુખો ન છોડવા ઘણું સમજાવ્યું પણ ધન્નાજી મક્કમ રહ્યા, પોતાનો નક્કી કરેલ માર્ગ છોડવા તે ન લલાચાયા. છેવટે માતાજીએ પણ પુત્રને દીક્ષા માટે અનુમતી આપી.