________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૧૯
ભમ્મણ શેઠ
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલ્લણા નામે પટરાણી હતી. એક વખતે ચોમાસાની ઋતુમાં રાજા - રાણી ગોખમાં બેઠાં વરસતા વરસાદમાં રાત્રે વાતો કરતાં હતાં કે, મારા રાજ્યમાં કોઈ દુ:ખી નથી. એવામાં વીજળીના ઝબકારામાં રાણીએ એક માણસને નદીમાંથી તણાઈ આવતાં લાકડાં ખેંચી નાખતો જોઈ રાજાને કહ્યું કે, તમે કહો છો કે મારા રાજ્યમાં કોઈ દુ:ખી નથી. તો આ માણસ દુ:ખી ન હોય તો આવું કામ કેમ કરે ? રાજાએ સિપાઈ મોકલી તે માણસને તેડાવી પૂછ્યું, તારે શું દુ:ખ છે કે આવી અંધારી રાત્રે નદીમાંથી લાકડા ખેંચી કાઢે છે ? તેણે કહ્યું, મારી પાસે બે બળદ છે. તેમાં એક બળદનું શીંગડું અધૂરું છે. તે પૂરું કરવા ઉદ્યમ કરું છું. શ્રેણિકે કહ્યું કે, તને સારો બળદ અપાવી દઉં ? તેણે હ્યું, એક વાર મારા બળદને જુઓ પછી અપાવવાનું કહેજો. રાજાએ તેનું ઠેકાણું લખી કહ્યું કે, હું સવારે તારા બળદ જોવા આવીશ એમ કહી તેને વિદાય કર્યો.
૫૩
સવાર પડતાં રાજા તેના ઘેર ગયો. તેને ભોંયરામાં લઈ જઈ બળદ બતાવ્યા. તે બળદ નગદ સોનાના હીરામાણેકથી જડેલા જોઈ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યો, તારા ઘરમાં આટલી બધી સંપત્તિ છતાં તું આવા દરિદ્રના વેશે કેમ ફરે છે ? અને આવું હલકું કામ કેમ કરે છે ? તેણે કહ્યું, આ સંપત્તિ કાંઈ વધારે નથી. વધારે દ્રવ્ય મેળવવા માટે મારા પુત્રો પરદેશમાં ગયા છે. મને બીજું કામ ન સૂઝવાથી આ કામ કરું છું. બળદનાં શીંગડાં ઉપર રત્નો જડવા સંપત્તિ ભેગી કરવી જરૂરી છે. તે માટે આવા ઉદ્યમો કરું છું તેમાં શરમ શી ? માણસે કોઈ પણ ઉઘમ તો કરવો જ જોઈએ ને ? રાજાએ પૂછ્યું, તમારા ઉદ્યમ પ્રમાણે તમારો ખોરાક પ્રમાણમાં સારો હશે. તેણે કહ્યું, “હું તેલ ને ચોળા ખાઉં છું. બીજું અનાજ મને પચતું નથી. બીજાને સારું ખાતા જોઈ હું કચવાઉં છું કે ખાવાપીવામાં લોકો નાહકનો આટલો બધો ખર્ચ કેમ કરે છે ?"
આ સાંભળી રાજાએ તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું, "મારું નામ મમ્મણ શેઠ છે.” પછી રાજાએ મહેલમાં જઈ મમ્મણ શેઠની બધી હકીકત ચેલ્લણાને કહી
બીજે દિવસે વીર પ્રભુને વાંદવા શ્રેણિક અને ચેલ્લણા ગયાં. મમ્મણ શેઠની હકીકત કહી પ્રભુને પૂછ્યું કે, મમ્મણ પાસે અઢળક દ્રવ્ય હોવા છતાં આવું હલકું