________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૨૨
પડતો હતો. બન્ને સાથે બેસી સામાયિક કરતાં હતાં. પોતાની સ્થિતિથી સંતોષ માની સુખપૂર્વક બન્ને રહેતાં હતાં. એક દિવસ સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાથી શ્રાવકે પોતાની સ્ત્રીને પૂછ્યું, કેમ! આજે સામાયિકમાં ચિત્ત સ્થિર રહેતું નથી. તેનું શું કારણ? તું કંઈ અદત્ત કે અનીતિનું દ્રવ્ય લાવી છું?
શ્રાવિકાએ વિચાર કરી કહ્યું કે, માર્ગમાં અડાણા-છાણા પડ્યા હતા તે લાવી હતી. બીજું કંઈ લાવી નથી ૫ણીઆ શ્રાવકે કહ્યું કે, રસ્તામાં પડેલ ચીજ આપણાથી કેમ લેવાય? તે તો રાજદ્રવ્ય ગણાય, માટે છાણાં પાછાં રસ્તા પર નાખી દેજો અને હવે પછી આવી કોઈ ચીજ રસ્તા પરથી લાવશો નહીં. આપણને અણહક્કનું કશું પણ ખપે નહીં.
ધન્ય ૫ણીઓ શ્રાવક કે જેમાં ભગવાન મહાવીરે સ્વમુખે વખાણ કર્યા
કન્યા વહાલપના સમંદર સમું મીઠું મહિયરિયું મૂકીને એ કુમળી કળી પારકે ઘેર ગઈ. પણ કિરતારે એના કાળજામાં અજબ સમર્પણ-કળા ભરી હતી.
ઉકળતી દાળમાં પોતાનું સ્વત્વ ગુમાવી દઈને દાળનું સ્વામી મેળવનાર મીઠાની જેમ એ સહુની સાથે મીઠાશથી ભળી ગઈ. પરાયાંને પોતાનાં કર્યા. અજાણ્યાને આત્મીય બનાવ્યાં. સમર્પણ દ્વારા પિતાના કુળને દીપાવ્યું ને સેવા દ્વારા પતિના કુળને હસાવ્યું.
ને એ રીતે સેવાની નદી સર્વત્ર વહાવી. સાસુ-સસરા, દિયરનણંદનાં હૈયામાંથી એણે માતા પિતા ને ભાઈ-બહેન-શા સ્નેહની સરવાણી પ્રગટાવી, સહુની વહાલસોયી બની ગઈ.
પોતાનું સુખ વેગળું મૂકીને સૌનું સુખ વાંડ્યું. મહેણાં-ટોણા સહીનેય સૌને રાજી રાખ્યા....તો એને સાસુ-સસરાના સ્નેહનું શિરછત્ર સાંપડયું. સ્વામિની-હૃદયસ્વામિની બની ગઈ ને સંસારે એને કુળલમી" તરીકે બિરદાવી. | ને તેથી જ પ્રભુને પણ એની કૂખે બાળક બનીને અવતરવાનું મન થયું.
કન્યાની જેમ સ્નેહની સરવાણી વહાવીએ.