________________
જૈન શાસનના ચમકતા હિરાઓ | ૧૨૪
કપિલા આ અવસરનો લાભ લેવા સીધી જ સુદર્શનને ઘેર આવી અને સુદર્શનને કહ્યું, "તમારા મિત્ર અત્યંત બીમાર થઈ ગયા છે અને આપને બોલાવે છે. માટે મારી સાથે મારા ઘરે તમારા મિત્રને મળવા ચાલો. ભોળા ભાવે સુદર્શને આ વાત સાચી માની. આમાં કાંઈ કપટ હશે? આવો વિચાર સુધ્ધાં તેને આવ્યો નહીં અને તે કપિલા સાથે ઘરે આવ્યા. મકાનમાં દાખલ થતાં જ પૂછ્યું, પુરોહિત ક્યાં છે? તેને ઘરમાં આગળ ને આગળ લઈ જઈ છેલ્લા ઓરડામાં પહોંચતાં કપિલાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને નિર્લજજ ચેનચાળા શરૂ કર્યા અને કીડની માગણી કરી. સુદર્શન સઘળી સ્થિતિ કળી ગયા અને કપટ-જાળમાંથી સહીસલામત બચવા ઉપાય વિચારવા લાગ્યા. સીધી રીતે સમજાવવાથી કપિલા માની જાય તેમ હતી નહીં. અને સમજાવવા જતાં જો તે ન સમજે અને ખોટો આરોપ પણ કરે. બૂમાબૂમ કરી લોકો ભેગા કરે તો બેઇજજતી થાય એમ સમજી હસીને સુદર્શને કહ્યું, અરે મૂર્ખ ! તેં મોટી ભૂલ કરી છે. જે કામને માટે તું મને અહીં લાવી છું, તે માટે હું તો નકામો છું. હું નપુસંક છું અને મારા પુરુષવેષથી તે છેતરાઈ છો ! - સુદર્શનનો જવાબ સાંભળી કપિલા ઠંડી થઈ ગઈ. તેનો કામાવેશ ગળી ગયો. કેટલી મહેનત અને કેવું પરિણામ! પોતાની મૂર્ખાઈના પરિણામથી તે વિવલ થઈ અને સુદર્શનને ધક્કો મારી ચાલ્યો જા એમ કહી ઘર બહાર કાઢી મૂક્યો. સુદર્શને વિચાર્યું, હું જુદું નથી બોલ્યો. પરસ્ત્રી માટે હું નપુંસક જ છું. તેઓ ઉતાવળે પગે પોતાના ઘરે આવ્યા. હવે પછી કદી આવું ન બને તે માટે કોઈના ઘરે ભવિષ્યમાં એકલા ન જવું એવી પ્રતિજ્ઞા કરી.
હવે એક વાર ચંપાનગરીના દધિવાહન રાજાએ ઇન્દ્ર મહોત્સવ યોજ્યો, ત્યાં મહારાણી અયાની સાથે પુરોહિત -પત્ની કપિલા પણ હતી, ત્યાં એક બાજુ સુદર્શન શેઠની પત્ની મનોરમા પણ પોતાના છ પુત્રો સાથે મહોત્સવમાં ભાગ લઈ રહી હતી તે જોઈ કપિલાએ મહારાણી અભયાને પૂછ્યું, આ રૂપલાવણ્યના ભંડાર સમી બાઈ કોણ છે? અભયાએ કહ્યું, અરે, તું આને ઓળખતી નથી ? એ શેઠ સુદર્શનની પત્ની છે અને તેની સાથે છે તે તેના છ દીકરા છે. આ સાંભળી કપિલાને આશ્ચર્ય થયું ! જો આ સુદર્શનની ગૃહિણી હોય તો તો તે ઘણી જ કુશળ સ્ત્રી છે. એમ કહેવું પડે. રાણી અભયાએ પૂછ્યું, કઈ કુશળતા? કપિલાએ કહ્યું, એ જ કે, એ એટલા બધા પુત્રોની માતા છે? રાણી કાંઈ જાણતી ન હતી, એટલે સમજી શકી નહિ. એટલે કહ્યું, જે સ્ત્રી સ્વાધીન પતિકા છે તે આવા રૂપવાન ને આટલા પુત્રોની માતા બને તો તેમાં કુશળતા શી છે.?
કપિલાએ જણાવ્યું કે, દેવી! તમારી વાત સાચી પણ એ તો ત્યારે બને કે જ્યારે પતિ પુરુષ હોય, સુદર્શન તો પુરુષના વેશમાં નપુંસક છે. અભયાએ પૂછ્યું, તેં શી રીતે જાણું ?