________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૨૯
| શ્રી હરિભદ્રસૂરિ
ચિત્રકૂટના મહારાજના પુરોહિતનો ગૌરવવંતો મોભો, દર્શન શાસ્ત્રની અગાધ વિદ્રતા હોવા છતાં બાળક જેવી સરળતાથી હરિભદ્રમાં રહેલું આ વ્યક્તિત્વ ભલભલા પંડિતોને અકળાવી મૂકતું.
નાના-નવા વિદ્યાર્થી જેવો જિજ્ઞાસુભાવ તેમનામાં ભરેલો હતો. નવું જાણવું, સાંભળવું અને સમજવું આ માટે હરિભદ્ર હંમેશાં ઉત્સુક રહેતા.
કુલ અને વંશપરંપરાગત મિથ્યા શાસ્ત્રોનો વારસો હરિભદ્ર પુરોહિતને સ્વાભાવિકપણે મળેલો હતો. આથી જૈન શાસ્ત્રો, જૈન દર્શન કે તેનાં પવિત્ર ધર્મસ્થાનો પ્રત્યે તેમણે સહેજે અરુચિભાવ હતો. જો બની શકે તો આ બધાથી દૂર રહેવાને તેઓ ટેવાયેલા હતા.
એક બપોરે ખાસ કારણસર રાજદરબારમાં જવાનો અવસર આવ્યો. રસ્તેથી, પસાર થતાં તે પંડિતની પાછળ ભાગો, નાસો, ગાંડો હાથી દોડતો આવે છેની બૂમો સાંભળીને હરિભદ્ર પંડિતે પાછું વાળીને જોયું અને ત્યારે તો જાણે સાક્ષાત્ મૃત્યુ ધસી આવતું હોય તેવો રાજહસ્તી મદોન્મત્ત બનીને જે અડફેટમાં આવે એને પછાડતો અને ઘનઘોર ગર્જનાઓ કરતો ઘેડ્યો આવતો હતો.
પંડિતજી અકળાયા, શું કરવું? એની ક્ષણભર મૂંઝવણમાં મુકાયા. રસ્તો નાનો હતો. દોડીને આગળ જવામાં ભયંકર તકલીફ હતી તેથી બાજુના મકાનમાં તેઓ ઘૂસી ગયા.
પંડિતજીએ અંદર જઈ જોયું તો તે મકાન સાદું મકાન ન હતું, પણ સુંદર જિન મંદિર હતું. શ્રી વીતરાગ અરિહંત દેવની ભવ્ય મૂર્તિ સામે બિરાજમાન હતી.
પણ પેલી કુળ પરંપરાગત અરુચિ હૃદયમાં ભારોભાર ભરેલી હતી. તે શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરતાં તેઓના હૃદયમાં સદભાવ ન જાગ્યો અને સ્તુતિ કરતાં બોલ્યા:
વપુરેવ તવાચણે સ્પષ્ટ મિગ્રન ભોજન