________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૨૭
આળ મૂકવાનો વિચાર કર્યો. સુદર્શનને કલંકિત ઠરાવવા તેણે પોતાની જાતે પોતાના શરીર ઉપર વલૂરા ભર્યા અને બચાવો બચાવો મારી ઉપર કોઈ બળાત્કાર કરવા આવ્યો છે તેવી બૂમો મારવા લાગી.
આ બૂમો સાંભળી કેટલાકનકરો ત્યાં આવી, સુદર્શન શેઠને કાયોત્સર્ગ મુદ્રામાં જોઈ આ સંભવે નહીં એમ માની ખુદ રાજાને બોલાવી લાવ્યા. રાજાએ આવી અભયાને પૂછ્યું,
અભયાએ કહ્યું, “હું અહીં બેઠી હતી એટલામાં પિશાચ જેવા આને અકસ્માત અહીં આવેલો મેં જોયો. પાડાની જેમ ઉન્મત્ત બનેલા આ કાવ્યસની એવા આ પાપીએ કામક્રિડા માટે, અનેક પ્રકારે નમ્રતાભરી મને આજીજી કરી, પણ મેં એને ધુત્કારી કાઢ્યો. તું અસતીની જેમ સતીને ઇચ્છનહિ પણ મારું કહ્યું એણે માન્યું નહિ અને બળાત્કારથી તેણે મને આમ કર્યું."
આ પ્રમાણે કહીને તેણે પેલાં વલૂરા બતાવ્યાં અને છેવટે કહ્યું, એથી મેં બૂમો પાડી, અબળા બીજું કરે પણ શું?' રાણીએ આ પ્રમાણે કહ્યા છતાં પણ રાજાને વિચાર થયો કે, સુદર્શન માટે આ સંભવે નહિ.
સુદર્શનને અન્તઃપુરમાં ઊભેલા જોયા અને ખુદ પોતાની પટરાણીએ આરોપ મૂક્યો, જુલમ ગુજાર્યો હોય તેવાં ચિહનો પણ રાજાએ જોયાં. આવા દાર્શનિક પુરાવા હોવા છતાં રાજાએ વિચાર્યું કે, 'સુદર્શન માટે આ સંભવિત નથી! સુદર્શનની નામના શીલધર્મિતા અને તેની પ્રતિષ્ઠાએ ચંપાનગરીના માલિક દધીવાહનને વિચારતા કરી મૂક્યો. રાણીની હાજરીમાં રાજાએ સુદર્શનને પૂછ્યું, જે હોય તે સાચું કહો!આમાં સત્ય શું છે?' સુદર્શન તો કાયોત્સર્ગમાં જ સ્થિર હતા. રાજાએ ફરી ફરી પૂછ્યું પણ સુદર્શન મૌન રહ્યા. તેઓ સમજતા હતા કે, હું બિનગુનેગાર છું પણ જો હું સાચી હકીકત કહું તો રાણીનું શું થશે?' જે આપત્તિ મને ઈષ્ટ નથી તે રાણી ઉપર આવે. રાણીનો ફજેતો થાય અને કદાચ એને શૂળીએ લટકવું પડે. હવે મૌન જ રહે તો આ આપત્તિ પોતાને વેઠવી પડે એમ છે અને બોલે તો એ આપત્તિ રાણીને વેઠવી પડે એમ છે.
સુદર્શને વિચાર્યું કે મારો ધર્મ શું? અહિંસા પાલન, એ સદાચાર છે અને હિંસા અનાચાર છે. અહિંસા પાલનરૂપ સદાચારને જાળવવાની સદાચારી તરીકે એની ફરજ આ અવસરે ઊભી હતી
ગમે તે થાય મક્કમ રહી મૌન જ રહેવાનો નિશ્ચય કરી લીધો, સમજી લીધું કે ફક્ત પોતાની ફજેતી જ નથી પણ શૂળીનો સંભવ છે. શીલરક્ષા માટે અભયાની કનડગત સરી અને હવે દયાપાલન માટે જ આફત આવે તે સહવા સુદર્શન તૈયાર થયા. વારંવાર પૂછવા છતાં સુદર્શન મૌન જ રહ્યા ત્યારે રાજાએ વિચાર્યું કે, સંભવ છે કે સુદર્શન દોષિત હોય. કારણ