________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૯
બાળક તો મહા સંસ્કારી હતો. વૈરાગી હતો એટલે એ રમકડાં કે મીઠાઈથી લોભાય તેવો નહોતો. તે તો તરત જ ઓધો અને મુહપત્તિ લઈ નાચવા લાગ્યો અને જૈન શાસનનો જય જયકાર થયો. | આ બાળક નામે વજસ્વામી. ૮ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. બે વખત દેવોએ લીધેલી પરીક્ષામાં પાસ થયા. દેવોએ પ્રસન્ન થઈ વૈશ્યિ લબ્ધિ અને આકાશમાં ઊડવાની વિદ્યા આપી.
તેમણે બૌદ્ધ રાજાને બોધ આપી જૈન ધર્મી બનાવ્યો. એક વાર સોનામહોરો લઈ કોઈ સ્ત્રી વજસ્વામી સાથે લગ્ન કરવા આવી તેને બોધ આપી વિદાય કરી. દુકાળના સમયે તેમણે સંઘનું રક્ષણ કર્યું.
પોતે ભદ્રગુમ આચાર્ય પાસે દશપૂર્વનો અભ્યાસ કર્યો હતો. તેમણે આર્યરક્ષિત સૂરી મહારાજને સાડા નવ પૂર્વનો અભ્યાસ કરાવ્યો. છેલ્લે વજસેન નામના મોટા શિષ્યને પાટ ઉપર સ્થાપી પોતે અનેક સાધુઓ સાથે સ્થાવર્તગિરિ ઉપર જઈ તપ આદર્યું.તપના પ્રભાવે ઇંદ્ર મહારાજા વંદનાર્થે આવ્યા. તેમણે જૈન શાસનની વિજય પતાકા ફરકાવી અને શાસનની ઉન્નતિનાં અનેક કાર્યો કરી સ્વર્ગે સિધાવ્યા.
કોડિયું | કટિરની ભીતરની દુનિયાને અજવાળવાની હામ જ્યારે ચાંદસિતારાએ ન ભીડી, સૂરજનું તેજ પણ જ્યારે ગુફા-ગવરોમાં પહોંચી ન શક્યું ત્યારે. કોડિયાના કાળામાં સમર્પણ ભાવ જાગી ઊઠયો.
એણે કહ્યું : “મને ચપટી જેટલું રૂ આપો ને પળી જેટલું તેલ આપો, અંધારાને હટાવી દેવાનો પુરુષાર્થ મને કરવા દો.
ને. એ પછી કુટિરનું અંધારું હટાવી દેવા એણે જાત જલાવી દીધી. ને પ્રકાશ પાથરી દીધો.
ત્યારે કુટિરની ને ગુફા-ગહૂવરોની અંધારી દુનિયાનું હૈયું હરખથી હસી ઊઠયું.
એની સમર્પણભાવના બીજી કુટિરો તેમ જ ગુફાઓમાં પહોંચી ગઈ. | નેમાં પણ કોડિયાંએ પુરુષાર્થના પ્રકાશનું કાવ્ય રચ્યું અને સમર્પણભાવનાનો દીપક રાગ ગાયો.
કોડિયાંની જેમ અન્યની હતાશા હટાવીએ,