________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૪
નાગિલે પૂછ્યું, હે ભગવન ! સર્વ ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે ?' મુનિ બોલ્યા, હે ભદ્ર ! શ્રી જિનેન્દ્ર પ્રભુએ પોતાની સુગંધ વડે ત્રણ ભુવનને સુગંધમય કરનાર સમકિતપૂર્વક શીલધર્મને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ કરેલો છે. તે વિશે શાસનમાં કહ્યું છે કે, જે પુરુષે પોતાના શીલરૂપ કપૂરની સુગંધ વડે સમસ્ત ભુવનને સુગંધી કરેલું છે તેવા પુરુષને વારંવાર નમીએ છીએ. વળી કહ્યું છે કે, 'લણ વાર ભાવના ભાવવી, અમુક વખત દાન દેવું અને અમુક તપસ્યા કરવી, તે સ્વલ્પકાલીન હોવાથી સુકર છે. પણ યાવરજવિત શીલ પાળવું તે દુષ્કર છે. નારદ સર્વ ઠેકાણે ક્લેશ કરાવનાર સર્વ જનનો વિધ્વંશ કરનાર અને સાવધ યોગમાં તત્પર હોવા છતાં તે સિદ્ધિને પામે છે તે નિશ્ચય કરીને શીલનું જ માહાત્મ છે.ઇત્યાદિ ગુરુ વચનો સાંભળી નાગિલ પ્રતિબોધ પામ્યો અને તત્કાળ સમકિતશીલ અને વિવેકરૂપ દીપકને સ્વીકારી તે દિવસથી તે શ્રાવક ધર્મને આચરવા લાગ્યો.
એક વખતે નંદાએ કહ્યું કે, હે સ્વામી! તમે બહુ સારું કર્યું કે આત્માને વિવેકી કર્યો. શાસ્ત્રમાં કહેલ છે કે, જિનેશ્વરની પૂજ, મુનિને દાન, સાધર્માનું વાત્સલ્ય, શીલ પાલન અને પરોપકાર તે વિવેક રૂપી વૃક્ષના પલ્લવો છે. નાગિલ બોલ્યો : 'પ્રિયા. સર્વેએ આત્માના હિતને અર્થે વિવેક વડે ધર્મ કરવાનો છે. વિવેકરૂપ અંકુશ વિનાનો મનુષ્ય સર્વદા દુ:ખી હોય છે. આ પ્રમાણે સાંભળી નંદા બહુ હર્ષ પામી અને ભાવથી પતિની સેવા કરવા લાગી.
એક વખત નંદા પિતાને ઘેર ગઈ હતી અને નાગિલ એકલો ચંદ્રના અજવાળામાં સૂતો હતો. તેવામાં કોઈ પતિવિયોગી વિદ્યાધરની પુત્રીએ તેને જોયો, તેથી તત્કાળ કામાતુર થઈ ત્યાં આવીને તેણે કહ્યું કે, હે મહાપુરુષ ! જો મને સ્વીપણે સ્વીકારો તો હું તમને બે અપૂર્વ વિદ્યા શીખવીશ. આ મારું લાવણ્ય જુઓ, મારા વચનને મિથ્યા કરશો નહિ. આ પ્રમાણે કહી શરીર ધ્રૂજતી તે બાળા નાગિલનાં ચરણમાં પડી. એટલે નાગિલે જાણે અગ્નિથી બળ્યા હોય તેવા પગને સંકોરી દીધા. એટલે એ બાળા એક લોઢાનો અગ્નિથી તપેલો ગોળો બતાવીને બોલી, 'અરે, અધમ ! મને ભજ નહીં તો હું તને ભસ્મીભૂત કરી નાખીશ. તે સાંભળી નાગિલ નિર્ભયપણે વિચારવા લાગ્યો કે, દશ મસ્તકવાળા રાવણના જેવો કામદેવ રૂ૫ રાક્ષસ કે જે દેવ - દાનવોથી પણ દુર્જય છે તે પણ શીલરૂપ અસ્ત્રથી સાધુ થાય છે. આમ વિચાર કરે છે તેવામાં સૂત્કાર શબ્દ કરતી તે બાળાએ અગ્નિમય રક્ત લોઢાનો ગોળો તેના ઉપર નાખ્યો. તે વખતે નાગિલ જે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યો જતો હતો તેના પ્રભાવે તે ગોળાના ખંડ ખંડ