________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૩૫
ટુકડા થઈ ગયા. આથી તે બાળા લજ્જાથી અશ્ય થઈ અને થોડી વારમાં નંદાનું રૂપ લઈને એક દાસીએ ઉધાડેલા દ્વારથી ત્યાં આવી અને મધુર વાણી વડે બોલી કે, હે સ્વામી ! મને તમારા વિના પિતાને ઘેર ગમ્યું નહીં. તેથી રાત્રી છતાં અહીં આવતી રહી.' તેને જોઈ નાગિલ વિચારમાં પડ્યો કે, 'નંદા વિષયભોગ સંબંધી સ્વપતિના સંબંધમાં પણ સંતોષવાળી છે, તેથી તેની આવી ચેષ્ટા સંભવે નહીં. આનું રૂપ - દેખાવ બધું નંદા જેવું છે પણ પરિણામ તેના જેવાં જણાતાં નથી. તેથી તેની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી.' આમ વિચારી નાગિલે કહ્યું કે, હે પ્રિયે ! જો તું ખરેખરી નંદા હોય તો મારી સમીપ અસ્ખલિતપણે ચાલી આવ.' તે સાંભળી તે ખેચરી જેવી તેની સામે ચાલી તેવી જ માર્ગમાં સ્થિર થઈ ગઈ, ઘણા કરે પણ પગ ન ઊપડ્યો. ધર્મના મહિમાથી નાગિલે તેનું સર્વ કપટ જાણી લીધું. પછી વિચાર્યું કે, કદી બીજાના કપટથી આવી રીતે શીલનો ભંગ પણ થાય, માટે સર્વ વિરતિપણું અંગીકાર કરવું તે જ યોગ્ય છે. આવું સમજી તેણે તત્કાળ કેશનો લોચ કર્યો અને પેલા યક્ષદીપને કહ્યું કે, તું હવે તારા સ્થાને જા.' યક્ષે કહ્યું કે, 'હું યાવજીવન' તમારી સેવા કરીશ. મારા તેજથી તમને ઉજેહી (મુનિને દીપકની ઉજેહી પડે છે, તે સ્થાન વર્જ્ય છે.) નહીં પડે. પછી સૂર્યનો ઉદય થતાં નાગિલે નંદાની સાથે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું અને યક્ષદીપની સાથે આશ્ચર્યસહિત પૃથ્વી પર વિહાર કરી, સંયમ પાળી તે દંપતી મૃત્યુ પામીને હરિવર્ષ ક્ષેત્રને વિષે યુગલિયા થયા, ત્યાંથી દેવતા થઈ પુન: નરભવ પામી મોક્ષને પ્રાપ્ત થયા.
“આ નાગિલે દ્રવ્યદીપથી શુભ એવા ભાવદીપને ચિંતવ્યો અને સ્વારા સંતોષ વ્રતમાં દૃઢ પ્રતિજ્ઞા પાળી તો તે વિદ્યાધરીથી પણ કંપાયમાન થયો નહીં.” માટે સર્વ પ્રાણીએ સ્વદારા સંતોષ વ્રત દૃઢપણે ધારણ કરવું.
-
અહેનો ભગવન ઇન્દ્રમહિતા: સિદ્ધાશ્ય-સિદ્ધિસ્થિતા: આચાર્યા જિન શાસનોનતિકરા: પૂયા ઉપાધ્યાયકા: શ્રી સિદ્ધાન્ત-સુપાઠકા મુનિવરા, રત્ન-વ્યારાયકા, પંચતે પરમેષ્ઠિન: પ્રતિદિનં, કુર્વ વો મંગલમ.