________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૨૬
જઈ ધર્મ આરાધના કરવાની હોવાથી પોતે નગરમાં રોકાવાની આજ્ઞા માગી લીધી. આથી નગરમાં એક એકાંત સ્થળે પૌષધ વ્રત લઈને કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા.
અભયારાણી અને ધાવમાતા પંડિતા આવા જ કોઈ અવસરની રાહ જોઈ રહ્યાં હતાં. તેઓને ખબર પડી ગઈ કે સુદર્શન શેઠ કૌમુદી મહોત્સવ જોવા જવાના નથી. નગરમાં જ રોકાઈ કાયોત્સર્ગમાં હશે. અભયા પાસે પંડિતાએ આવી કહ્યું, 'તારા મનોરથો આજે કદાચ પુરાશે માટે તું ઉદ્યાનમાં કૌમુદી મહોત્સવ જોવા જઈશ નહીં. આવી ગણત્રીથી રાણી પણ પોતાને શિરવેદના થાય છે એવું બહાનું કાઢી મહોત્સવમાં ન ગઈ. ભોળા ભાવે રાજાજી સમજયા કે એમ હશે એટલે રાણીને આવાસમાં જ રાખી તેઓ મહોત્સવમાં ભાગ લેવા
ગયા.
હવે ધાવમાતાએ પોતાનો દાવ અજમાવ્યો. રાજમહેલમાં કેટલીક મૂર્તિઓ ાંકીને લાવવાની છે એમ કહી કેટલીક મૂર્તિઓ પહેલાં ઢાંકીને સેવકો દ્વારા ઉપડાવી લીધી અને કાયોત્સર્ગમાં રહેલા સુદર્શન શેઠને આખા કપડાથી ઢાંકી સેવકો દ્વારા ઉપડાવી રાણીના આવાસમાં લાવી મૂક્યા. સુદર્શન શેઠ તો કાયોત્સર્ગમાં હોવાથી સેવકોને તો અનુકૂળતા મળી ગઈ.
સુદર્શનને લાવ્યા બાદ પંડિતા ત્યાંથી ચાલી ગઈ અને અભયાએ પોતાની નિર્લજ્જતા પ્રકાશવા માંડી. પહેલાં તો વિનંતી કરી પછી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છેવટે અંગસ્પર્શ કરવો, ભેટવું વગેરે પણ કરી જોયું, પણ સુદર્શનના એક રોમમાં પણ તેની અસર ન થઈ. મેરુની જેમ તેઓ નિશ્ચિલ રહ્યા. જેમ જડ પૂતળાને કશી અસર ન થાય તેમ સુદર્શન ઉપર અભયાની કામચેષ્ટાની કશી જ અસર ન થઈ તેઓ નિર્વિકાર રહ્યા.
રાણી અભયાએ જ્યાં અંગસ્પર્શોદિ જેવી ભયંકર કુટલિતા આદરી એટલે સુદર્શને મનથી પ્રતિજ્ઞા કરી કે, ‘જ્યાં સુધી આ ઉપસર્ગ ટળે નહીં ત્યાં સુધી મારે કાયોત્સર્ગ જ હો અને કાયોત્સર્ગ ન ટળે તો મારે અનશન હો. આ પ્રતિજ્ઞા સમતાપૂર્વક પાળવા સુદર્શન ધર્મ-ધ્યાનમાં સુસ્થિર બન્યા. આ બાજુ આખી રાત અભયાની કનડગત તો ચાલુ જ રહી. જ્યારે આવ ઉપસર્ગોથી સુદર્શન જરાયે ચલિત ન થયા ત્યારે અભયાએ ધમકીઓ આપવા માંડી અને સાફ શબ્દોમાં કહી દીધું, 'કાં તો મને વશ થા, નહીં તો યમને વશ થવું પડશે, મારી અવગણના ન કર, મને વશ ન થયો અને મારી ઇચ્છા પૂરી ન કરી તો સમજ કે હવે તારું મોત થવાનું છે.
સુદર્શન જીવતરને વહાલું કરી સદાચાર મૂકી દેવા તૈયાર ન હતા. અસાધારણ મક્કમ મન કરી આખી રાત અભયા દ્રારા થતા ઉપસર્ગો સહન કર્યા. પરોઢિયું થવા આવ્યું, પણ અભયાની કોઈ કારી ન ફાવી, એટલે તે ગભરાણી. ઘણી વિચારણાને અંતે હવે સુદર્શન ઉપ