________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૦
કુકર્મી, પાપી, પાલક મંત્રી એક એક સાધુને ઘાણીમાં નાખી પીલવા લાગ્યો. પીલાતા એવા પોતાના શિષ્યોને દેખીને મનમાં વધારે પીડ પામે એમ ધારી દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીએ સ્કંદકમુનિને ઘાણીનજીક બાંધીને ઊભા રાખ્યા. પીલાતા સાધુઓનાં અંગછેદ થતાં હોવાથી લોહીની ધારાથી તરબોળ થતા સ્કંદ મુનિ સમયોચિત અમૃત છાંટણાં જેવાં ઉપદેશ વાક્યો વડે મહાનુભાવોને આરાધના કરાવતા ગયા. આમ નિર્મળ મનવાળા મહાત્માઓ જેઓ શત્રુ અને મિત્ર પ્રત્યે સમષ્ટિવાળા છે તેઓ મંત્રથી પીલાતી કાયાને થતી અસહ્ય પીડા સહન કરતા કેવળજ્ઞાન પામી સિદ્ધ થયા.
અનુક્રમે ૪૯૯ મહર્ષિઓ ઘાણીમાં પલાઈ ગયા. હવે એક બાળમુનિ બાકી હતા. સ્કંદકાચા પાલક મંત્રીને કહ્યું, આ બાળમુનિની પીલાવાની વેદના હું નહીં દેખી શકું માટે પહેલાં મને પીલી લો. પણ ક્રૂર બુદ્ધિવાળા પાલકે સ્કંદકાચાર્યને વધારે દુઃખી કરવા તેમના દેખતાં જ બાળમુનિને ઘાણીમાં પીલવા નાખી દીધા. તે બાળમુનિને પણ શાંતિથી એવી આરાધના કરાવી જેથી શુક્લધ્યાન રૂપી અમૃત ઝરણાથી કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી, મોક્ષ સુખ પામ્યા. હવે ૫૦૦ મુનિઓને આરાધના કરાવનાર સ્તંદકાચાર્યનો વારો આવ્યો. પણ કર્મના ઉદયથી એ સમયે મનમાં ધી બની વિચાર્યું કે, આ રાજા અને મંત્રી શિક્ષા પાત્ર છે. માટે મેં આ જિંદગીમાં કરેલાં દુષ્કર તપ અને ચારિત્રનું ફળ મળનાર હોય તો તેના પ્રભાવથી આ દરેકને હું ભાવિ જન્મમાં બાળનાર બનું - આવું નિયાણું કરી, સ્કંદકાચાર્ય કાળ કરી દેવતા થયા.
અંદાચાર્યનાં બહેન જે તે નગરીના રાજાની રાણી પુરંદરયશા એક ગોખમાં બેઠેલ હતી ત્યાં એક પક્ષીએ લોહી ભીનું રજોહરણ ચાંચમાં ઉપાડી લીધું હતું તે ભવિતવ્યતા યોગે ચાંચમાંથી સરી પડ્યું અને પુરંદરયશા પાસે પડ્યું. તે ઉપાડી જોતાં તે રજોહરણ તેણે પોતે જ ભાઈની દીક્ષા વખતે તૈયાર કરેલ હતું તે જ હતું, તે ઓળખું અને ભાઈની હત્યા થયેલ જાણી રાજાજીને ઘણો ઠપકો આપ્યો અને કહ્યું, તે સાધુ વૈરી! પાપિન્ટ! તું હમણાં જ નાશ પામીશ.
પુરંદરયશા બધી રીતે વિચારતાં હવે સંસારમાં ન રહેતાં દીક્ષા લઈ પરલોકનું ભાતું ભરવા શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. સ્કંદકાચાર્ય દેવતાના ભવમાં અવધિજ્ઞાનથી પૂર્વ ભવનું વૃતાંત જાણી, વેધથી આખા તે નગરને બાળી નાખ્યું. આજે પણ એ જગ્યા દંડકારણ્ય નામથી પ્રસિદ્ધ છે.
આમ ૫૦૦ સાથી સાધુઓ સમતાના અને આરાધનાના પ્રતાપે મોક્ષ પામ્યા. પણ અંદાચાર્યવિરાધના કરવાથી મોક્ષસુખ ન પામ્યા. ભગવાને ભાખેલ વાણી ખોટી કેમ પડે?