________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૩
કલાવતી.
કલાવતીનાં લગ્ન શંખરાજ સાથે થયાં હતાં. કલાવતી ગર્ભવતી થતાં તેના પિયરથી તેના ભાઈ જ્યસેન સુવાવડ માટે તેના ઘેર લઈ જવા આવ્યો પણ રાજાજીએ એનો વિરહ હું નહિ વેઠી શકું એમ કહી મોકલવાની ના પાડી
જ્યસેને પોતાની બહેનને ભેટ માટે લાવેલી એક પેટી આપી વિદાય લીધી. કલાવતીએ એકાંતમાં પેટી ઉધાડી. પેટીમાં સુંદર ઝગારા મારતા બે બરખા જોયા અને ઘણું જ હરખાઈ. તે વખતે એક દાસી આવી પહોંચી તેણે પૂછ્યું : રાણી સાહેબ ! ક્યાંથી લાવ્યા !' કલાવતીએ કહ્યું : મારા વહાલાની આ ભેટ છે ખલાસ બારણા પાછળ ઊભેલા રાજાજીએ આ શબ્દો સાંભળ્યા અને એના મનમાં વહેમનું ઝેર ચડ્યું. એનો વહાલો મારા સિવાય બીજો પણ કોઈ છે. કલાવતી શરેરે રૂપાળી છે પણ મનથી કાળી છે, કુલટા છે. તે રોષે ભરાયો. તેણે સેવકોને આજ્ઞા કરી કે, કલાવતીને કાળા રથમાં, કાળાં વસ્ત્રો પહેરાવી, કાળો ચાંલ્લો કરી જંગલમાં લઈ જાઓ. ત્યાં તેના બને હાથ બેરખા સાથે કાપી મારી સામે હાજર કરો.”
સેવકો રથમાં બેસાડી લાવતીને ઘોર અટવીમાં લઈ ગયા અને કલાવતીને નીચે ઊતરી રાજાજીનો હુકમ સંભળાવ્યો. કલાવતીએ આંખમાં આંસુ સાથે જવાબ આખો કે, "મારા સ્વામીને કહેજો, તમારી આજ્ઞા મુજબ કલાવતીએ બેરખા સાથે બને હાથ કાપી આપ્યા છે. કાપી લો અને હાથ અને જલદી જઈ સોંપો મારા બને બેરખા સાથેના હાથ રાજાજીને.”
સુભટે બન્ને કાંડાં બેરખા સાથેના કાપી વિદાય લીધી. કલાવતીના હાથ કપાયાથી અસહ્ય વેદના થતી હતી તેને મુરછા આવી ગઈ. પાસે સારવાર માટે કોઈ નથી. આ દુઃખમાં તેને પુત્રનો પ્રસવ થયો. કલાવતી સતી હતી. તેનો કોઈ દોષ ન હતો. પૂર્વ જન્મનાં કર્મ ઉદય આવ્યાં હતાં.
આવી અસહાય સ્થિતિમાં તે કલ્પાંત કરતી હતી. એ વખતે આકાશમાં દેવ સિંહાસન કંપાયમાન થયું અને દેવે આ દુ:ખી ઘટના જોઈ. બીજાં બે દેવદેવીને સતીને સહાય કરવા જવા કહ્યું.