________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૧૪
"જે માણસ મહા રૌદ્ર ધ્યાની હોય, સદા વ્રેધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ધર્મી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તેને વિશેષે કરીને કૃષ્ણ લેશ્યાવાળો જાણવો.”
“નિલ લેશ્માવાળો જીવ આળસુ, મંદબુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય છે."
“નિરંતર શોકમાં મગ્ન રહેનાર, સદા રોષવાળો, પરની નિંદા કરનાર, આત્મ પ્રશંસા કરનાર, રણસંગ્રામમાં ભયંકર અને દુ:ખી અવસ્થાવાળા માણસની કાપોત લેશ્યા કહેલી છે.”
"વિદ્વાન, કરુણાવાન, કાર્યાકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પીત લેશ્યા અધિકે હોય છે.”
"ક્ષમાવાન, નિરંતર ત્યાગ વૃત્તિવાળો, દેવપૂજામાં તત્પર, વ્રતને ધારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પદ્મ લેશ્માવાળો હોય છે.”
“રાગ દ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત. તથા પરમાત્મ ભાવને પામેલ મનુષ્ય શુક્લ લેફ્સાવાળો કહેવાય છે."
આ છ લેશ્યામાં પ્રથમની ત્રણ લેશ્યાઓ અશુભ છે, અને બીજી ત્રણ લેશ્યાઓ શુભ છે, તે છએનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા છ છ પુરુષનાં દૃષ્ટાંત છે તે આ પ્રમાણે :
કોઈ જંગલમાં ક્ષુધાથી કૃષ થયેલા છ પુરુષોએ પાકેલાં અને રસવાળાં જાંબુના ભારથી જેની ડાળીઓ નમી ગઈ છે એવું કલ્પવૃક્ષના જેવું એક જાંબુનું ઝાડ જોયું. તે જોઈને સર્વ હર્ષિત થઈ બોલ્યા કે, "અરે ! ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું છે, માટે હવે સ્વેચ્છાએ તેનાં ફળ ખાઈને આપણે ક્ષુધાને શાંત કરીએ." પછી તેમાં એક ક્લિષ્ટ પરિણામવાળો હતો તે બોલ્યો કે, "આ દુરારોહ વૃક્ષ ઉપર ચડવાથી જીવનું જોખમ છે, માટે તીક્ષ્ણ કુહાડાની ધાર વડે ઝાડને મૂળમાંથી કાપી નાખી તેને આડું પાડી દઈએ અને પછી નિરાંતે તેનાં સમગ્ર ફળો ખાઈએ.” આવા પરિણામી પુરુષને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો. પછી તેના કરતાં કંઈક કોમળ હૃદયવાળો બોલ્યો કે, આ વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે ? માત્ર એક મોટી શાખા તોડી પાડીને તેની ઉપર રહેલાં ફળો ખાઈએ." આ પુરુષ નીલ લેશ્યાના પરિણામવાળો જાણવો. પછી ત્રીજો બોલ્યો કે, "આવડી મોટી શાખાને કાપવાની ક્યાં જરૂર છે ? તેની એક પ્રશાખાને જ કાપીએ.” આ પુરુષ કાપોત લેશ્માવાળો જાણવો.