________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૧૫
પછી ચોથો બોલ્યો કે, તે બિચારી નાની શાખાઓને કાપવાથી શું લાભ છે ? માત્ર તેના ગુચ્છા તોડવાથી આપણું કાર્ય સિદ્ધ થશે. આ માણસ તેજો વેશ્યાવાળો જાણવો. પછી પાંચમો બોલ્યો કે, ગુચ્છાને પણ શા માટે તોડવા જોઈએ. તેના ઉપર રહેલાં અને ભક્ષણ કરવા લાયક ફળો જ તોડી ક્ષુધા શાંત કરીએ.” આવા પુરુષને પદ્મ લેશ્યાવાળો જાણવો. હવે છઠ્ઠો બોલ્યો કે, “આપણે વૃક્ષ ઉપરથી તોડવાની કોઈ જરૂર નથી. આપણી સુધા પૂરતાં તો જાંબુ ઝાડ નીચે પડેલાં છે. તેનાથી જ પ્રાણનો નિર્વાહ કરવો તે શ્રેષ્ઠ છે. માટે આ ઝડ કે તેની ડાળીઓ તોડવાનો વિચાર શા માટે કરવો જોઈએ?" આ છઠ્ઠા માણસની વિચારસરણી જેવાને શુકલ લેક્ષાના પરિણામવાળો ગણવો.
આ જ રીતે ધાડ પાડનાર છ પુરુષનું દ્રષ્ટાંત.
ધન ધાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના છ અધિપતિઓએ એકત્ર થઈને એક ગામમાં ધાડ પાડી. તે સમયે તેમાંથી એક જણ બોલ્યો કે, “આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાખવાં." આ પ્રમાણે કૃષગ લેશ્યાના સ્વભાવવાળાનું વાક્ય સાંભળીને બીજો નીલ વેશ્યાવાળો બોલ્યો કે, "માત્ર મનુષ્યને જ મારવાં, પશુઓને મારવાથી આપણને શો લાભ છે?" ત્યારે ત્રીજો કાપો લેશ્યવાળો બોલ્યો કે, "સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ, માત્ર પુરુષોને જ મારવા. ત્યારે ચોથો તેજમલેથાવાળો બોલ્યો કે, "પુરુષમાં પણ શસ્ત્ર રહિતને મારવાનું શું કામ? માત્ર શસ્ત્રધારીને જ મારવા." તે સાંભળી પાંચમો પધ લેશ્યાવાળો બોલ્યો કે, “શસ્ત્રધારીમાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેને જ મારવા, બીજા નિરપરાધીને શા માટે મારવા જોઈએ." છેવટે છઠ્ઠો શુકલ લેશાવાળો બોલ્યો કે, “અહો ! તમારા કેવા ખોટા વિચારો છે? એક તો દ્રવ્યનું હરણ કરવા આવ્યા છો, અને વળી બિચારાં પ્રાણીઓને મારવા ચાહો છો? માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લો, પણ તેમના પ્રાણનું તો રક્ષણ કરે." આ પ્રમાણે છે વેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કહ્યું છે કે, કૃષણ લેથાવાળ નરકગતિ પામે છે, નીલ વેશ્યાવાળો થાવરપણું પામે છે, કાપોત લેશ્યાવાળો તિર્યંચ થાય છે, પીત વેશ્યાવાળો મનુષ્યગતિ પામે છે, પધ લેથાવાળો દેવલોકમાં જાય છે અને શુકલ લેશ્યાવાળો જીવશાશ્વત સ્થાન પામે છે. આ પ્રમાણે ભવ્ય જીવોએ વેશ્યાનો વિચાર જાણવો.
ગુરુના મુખથી ઉપર પ્રમાણે વેશ્યાનું સ્વરૂપ જાણીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો, અને નિરંતર શુભ લેગ્યામાં વર્તી શ્રાવક ધર્મને અંગીકાર કરી અંતે સદ્ગતિ પામ્યો. પોતાના પિતા અરિદમન રાજાની કાપાત લેશ્યાના પરિણામવાળાની કથા સાંભળીને તેમ જ તેમની કીડા તરીકેની ઉત્પત્તિ મુનિ મહારાજના મુખથી જાણીને પ્રિયંકર રાજા ભલા ધર્મને આપવાવાળી શુભ લેશ્યાવાળો થયો.”