________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૧૩
..
| પ્રિયંકર નૃપતિ
અક્ષપુર નામના નગરમાં અરિદમન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંકર નામે પુત્ર હતો. દિગ્યાત્રાથી પાછા ફરતાં પોતાના ગામ સમીપે આવી પહોંચ્યા. રાજમહેલ અને પોતાની પ્રિયાને છોડેય ઘણો કાળ થઈ ગયો હોવાથી પ્રિયાનાં દર્શન માટે અતિ ઉત્સુક એવા રાજા પોતાની સેનાને પાછળ મૂકી એક્લો જ પોતાની નગરીએ આવ્યો. પોતાનું નગર, ધ્વજ, તોરણ વગેરેથી શોભીત થતું જોઈને તે આશ્ચર્ય પામતો રાજમહેલે આવ્યો, ત્યાં પણ પોતાની કાંતાને સર્વ અલંકારથી શોભિત અને સત્કાર કરવા માટે તૈયાર થઈને ઊભેલી જોઈ રાજાએ તેને પૂછ્યું કે, હે પ્રિયા! મારા આવવાના સમાચાર તમને કોણે કહ્યા?" તેણીએ કહ્યું કે, “કીર્તિધર નામના મુનિરાજે આપના એકાકી આવવાના સમાચાર આપ્યા હતા, તેથી હું આપની સન્મુખ આવવા તૈયાર થઈને ઊભી છું.” આ સાંભળી અરિદમન રાજાએ તે મુનિરાજને બોલાવીને પૂછ્યું કે, “જો તમે જ્ઞાની હો તો મારા મનનું ચિંતિત કહો." ત્યારે મુનિએ કહ્યું કે, હે રાજન ! તમે તમારા મરણ વિષે ચિંતવન કર્યું છે." રાજાએ પૂછ્યું કે, હું જ્ઞાની ! મારું મૃત્યુ ક્યારે થશે?" મુનિ બોલ્યા કે, “આજથી સાતમે દિવસે વીજળીનો પાત થવાથી તમારું મૃત્યુ થશે, અને મરીને અશુચિમાં બે ઇન્દ્રિય કીડા રૂપે ઉત્પન્ન થશો.” એમ કડીને મુનિરાજ પોતાને ઉપાશ્રયે ગયા. રાજા આ વૃત્તાંત સાંભળીને આકુળવ્યાકુળ થયો. અને પોતાના પુત્ર પ્રિયંકરને બોલાવીને કહ્યું કે, “હે વત્સ! જો હું અશુચિમાં કીડો થાઉં તો તારે મને મારી નાખવો." પ્રિયંકરે વાત અંગીકાર કરી. રાજા સાતમે દિવસે પુત્ર, સ્ત્રી અને રાજ્યાદિકની તીવ્ર મૂર્છાથી મરીને અશુચિમાં કીડારૂપે ઉત્પન્ન થયો, તે વખતે પ્રિયંકરે તેને મારવા માંડ્યો, પણ તે જીવ મરવા રાજી થયો નહીં. તેથી પ્રિયંકરે મુનિને પૂછ્યું કે, મુનિરાજ! શું આ મારો પિતાનો જીવ છે કે જે દુ:ખી થતાં પણ મરણને ઇચ્છતો નથી?” ત્યારે મુનિ બોલ્યા કે, “વિષ્ટામાં રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઇન્દ્રને જીવવાની આકાંક્ષા સરખી જ હોય છે, અને તે બંનેને મૃત્યુનો ભય પણ સમાન જ હોય છે. આ સાંભળી પ્રિયંકર રાજાએ ગુરુને પૂછયું કે, “કોઈએ ન જોયેલું, ન સાંભળેલું અને ન ઇચ્છેલું એવું પરભવમાં ગમન સર્વ જીવો પામે છે. તેમ મારા પિતા કીડાનો ભવ પામ્યા તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે?” ગુરુએ કહ્યું કે, “જીવોને જેવી લશ્યાના પરિણામ હોય છે તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે.” રાજાએ પૂછ્યું કે, “હે સ્વામી! વેશ્યા કેટલા પ્રકારની છે?" ત્યારે ગુરુએ લેશ્યાનું સ્વરૂપ કહ્યું કે, હે રાજા! આત્માના પરિણામ વિશેષ કરીને વેશ્યાઓ છ પ્રકારની છે."