________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૧૨
જૈન સાધુનો ભેટો થતાં સૈન્યના માણસો ગુરુજીની ચારે બાજુ ઊભા રહી ગયા. અને ગુરુજીને વહોરાવવાની વિનંતી કરી ગુરુજીએ આનાકાની કરી ના પાડી મનમાં તે ઘણા ગભરાયા. અરેરે, મેં કેવાં પાપ કર્યો. મારી બધી પોલ ઊઘડી જશે. રાજાએ જરા જોરથી ઝોળી પકડી ખેંચી. એટલે ઘરેણાં ઊછળી બહાર પડ્યાં. ગુરુજી થરથર કાંપવા લાગ્યા અને પોતાનું મોટું હાથથી સંતાડી રોવા લાગ્યા.
આ સૈન્ય, રાજા-રાણી વગેરે પેલા ચોથા શિષ્ય જે દેવ હતો તેનું નાટક હતું. ગુરુજીનો પશ્ચાતાપ જોતાં તે પ્રગટ થયો. તેણે ગુરુજીને દેવી ઋદ્ધિ બતાવી અને કહ્યું કે, "આ બધો ધર્મનો પ્રભાવ છે. આપની કૃપાનું ફળ છે. સ્વર્ગ, મોક્ષ, પુણ્ય, પાપ, બધું સાચું છે. નવો દેવ દેવલોકમાં પેદા થાય એટલે ત્યાંનાં નાટક-ચેટક જોવામાં હજાર વર્ષો નીકળી જાય. એટલે તરત ત્યાંથી પૃથ્વી ઉપર આવી શકે નહીં. આથી લોકો સમજે કે દેવલોક જેવું કંઈ છે જ નહીં. પણ એ વાત ખોટી છે. શાસ્ત્રો સાચાં છે. પુણ્ય-પાપનાં ફળ બરાબર મળે છે."
ગુરુદેવ શ્રી અષાઢચાર્ય બધું સમજી ગયા. પશ્ચાત્તાપ કરી દીક્ષા લીધી શ્રદ્ધામાં દઢ બન્યા અને ઉચ્ચ ભાવના ભાવમાં એ જ ભવમાં મોશે પહોંચ્યા.
મંગળ દીવો દીવો રે દીવો મંગલિક દવો: આરતી ઉતારીને બહુ ચિરંજીવો....દીવો. ૧ સોહામણું ઘેર પર્વ દિવાળી: અંબર ખેલે અમરા બાળી....દીવો. ૨ દીપાળ ભણે એણે કુલ અજવાળી:
ભાવે ભગતે વિધન નિવારી...દીવો, ૩ દીપાળ ભણે એણે એ કલિકાલે આરતી ઉતારી રાજા કુમારપાલે...દીવો. ૪ અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હોજો..દીવો. ૫
-
:
::