________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૧૬
| કંડરીક - પુંડરીક
પર.
જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામે નગરીમાં મહાપ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો થયા. રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરીકને રાજગાદી આપી અને નાના પુત્ર કંડરીકને યુવરાજ પદવી આપી પોતે દીક્ષા લઈ કર્મ ક્ષય કરી મુક્તિ પામ્યા.
એકદા કેટલાક સાધુઓ ને નગરીમાં પધાર્યા, તેમને વાંદવા બને ભાઈઓ ગયા. તેમને મુનિએ ધર્મનું તત્ત્વ સમજાવતાં કહ્યું કે, જે પ્રાણી આ સંસાર સમુદ્રમાં ભટકતાં મહા કષ્ટ વહાણ સમાન મનુષ્ય ભવને પામીને ફોગટ ગુમાવી દે છે, તેના થકી વધારે મૂર્ખ બીજો કોણ કહેવાય ?"
આવી દેશના સાંભળી બન્ને ભાઈઓ ઘરે આવ્યા. પછી પુંડરીકે નાના ભાઈને કહ્યું કે, હે વત્સ ! આ રાજ્ય ગ્રહણ કર, હું દીક્ષા ગ્રહણ કરીશ." કંડરીક બોલ્યો કે, હે ભાઈ ! આ સંસારના દુ:ખમાં મને કેમ નાખો છો? હું દીક્ષા લઈશ."
મોટાભાઈએ કહ્યું, “હે ભાઈ ! યુવાવસ્થામાં ઇદ્રિયોનો સમૂહ જીતી શકાતો નથી. અને પરિષહ પણ સહન થઈ શકતા નથી" કંડરીક બોલ્યો કે, “હે ભાઈ ! નરકનાં દુ:ખ કરતાં પરીષહાદિનું દુઃખ કાંઈ વધારે નથી. માટે હું તો ચારિત્ર અંગીકાર કરીશ." કંડરીકનો આવો આગ્રહ હોવાથી પુંડરીકે તેને રજા આપી, એટલે તેણે મોટા ઉત્સાહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી; અને કંડરીક તો મંત્રીઓના આગ્રહથી ભાવચારિત્ર ધારણ કરીને ઘરમાં જ રહ્યો. કંડરીક ઋષિ અગિયાર અંગ ભાગ્યા. પરંતુ લૂખાં સૂકાં ભોજનથી તથા ઘણું તપ કરવાથી તેના શરીરમાં કેટલાક રોગો ઉત્પન્ન થયા.
ગુરુની સાથે વિહાર કરતાં કરતાં કંડરીક મુનિ પોતાના નગર પુંડરીકિણીમાં આવ્યા. પુંડરીક રાજા તેમને વાંદવા ગયા. સર્વ સાધુઓને વાંઘા, પરંતુ શરીર કૃશ હોવાથી પોતાના ભાઈને ઓળખ્યા નહીં. તેથી તેણે પોતાના ભાઈ સંબંધી સમાચાર પૂછ્યા. ગુરુએ કંડરીકમુનિને બતાવીને કહ્યું કે, આ જે મારી પાસે ઊભા છે તે જ તમારા ભાઈ છે." રાજા તેમને નમ્યો. પછી તેમનું શરીર રોગગ્રસ્ત જાણી, ગુરની રજા લઈને તેમને રાજા શહેરમાં લઈ ગયો, અને પોતાની વાહનશાળામાં રાખી સારાં સારાં