________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૬
“કાળ અને વિનય વગેરે જે આઠ પ્રકારનો જ્ઞાનાચાર કહેલો છે, તેમાં મને જો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તેને મન, વચન, કાયાથી હું નિદં છું. નિઃશંકિત વગેરે જે આઠ પ્રકારનો દર્શનાચાર કહ્યો છે, તેમાં જો કોઈ પણ અતિચાર થયો હોય તો તેને હું મન, વચન, કાયાએ કરી વોસરાવું છું. લોભથી કે મોહથી મેં પ્રાણીઓની સૂક્ષ્મ કે બાદર જે હિંસા કરી હોય તેને મન, વચન, કાયાથી વોસરાવું છું. હાસ્ય, ભય, ક્ષેધ અને લોભ વગેરેથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદું છું અને તેનું પ્રાયશ્ચિત આચરું છું. રાગદ્વેષથી થોડું કે ઘણું જે કિંઈ અદત્ત પરદ્રવ્ય લીધું હોય તે સર્વને વોસિરાવું છું. પૂર્વે મેં નિયંચ સંબંધી, મનુષ્ય સંબંધી કે દેવ સંબંધી મૈથુન મનથી, વચનથી કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. લોભના દોષથી ધન ધાન્ય. અને પશુ વગેરે બહુ પ્રકારનો પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી વીસરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વીસરાવું છું. ઇંદ્રિયોથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદુ છું. લેધ, લોભ, રાગ, દ્વેષ, કલહ, પિશુનતા (ચાડી ખાવી), પરનિંદા, અભ્યાખ્યાન (અછતું આળ દેવું) અને બીજું જે કાળ ચારિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું મન, વચન, કાયાથી વોસરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન વચન કાયાએનિંદું છું. ધર્મના અનુદાનમાં મેં જે કાંઈ વીર્યગોપવ્યું હોય તે વીર્યાચારના
અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદું છું. મેં કોઈને માર્યા હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કોઈનું કાંઈ હરી લીધું હોય અથવા કાંઈ અપકાર ક્ય હોય તો તે સર્વે મારા મિત્ર કે શત્રુ સ્વજન કે પરજન હોય તે સર્વે મને ક્ષમા કરજો. હું હવે સર્વમાં સમાન બુદ્ધિવાળો છું. તિર્યંચપરામાં જે તિર્યંચો, નારકી પણામાં જે નારકીઓ, દેવપણામાં જે દેવતા અને મનુષ્યપણામાં જે મનુષ્યોને મેં દુ:ખી ક્ય હોય તેઓ સર્વ મને ક્ષમા કરજો, હું તમને ખાવું છું અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ - એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગ જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થયેલાં પ્રાણીઓને શ્રી જિનોદિત ધર્મ વિના આ સંસારમાં બીજું કોઈ શરણ નથી. સર્વજીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે તો તેમાં કોણ કિંચિત પાર મમત્વનો પ્રતિબંધ કરે? પ્રાણી એકલો જ જન્મે છે, એક્લો જ મૃત્યુ પામે છે, એકલો જ સુખને અનુભવે છે અને એકલો જ દુઃખને અનુભવે છે. પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓ પણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જો) છે, છતાં તેમાં મૂર્ખ જન વૃથા મોહ રાખે છે. ચરબી, માંસ, રૂધિર, અસ્થિ, ગ્રંથિ, વિષ્ટા અને મૂત્રથી પુરાયેલા આ અશુચિના સ્થાન રૂ૫ શરીરમાં ક્યો